________________
તૃપ્તિ.
૨૩૫ તૃપ્તિ માનવામાં આવે છે. તે કર્મોના ઉદયથી જન્મ વગેરેમાં થતી મહોદયની સાથે મિશ્રિત એવી “આ હું અને મારું એવા અભિમાનની મિથ્યા તૃપ્તિ છે. જે મનની કલ્પનાથી ખરી માનેલી બ્રાંતિરૂપ તૃપ્તિ છે. જ્યારે આત્મવીર્ય એટલે જીવની સહજ શક્તિને ઉલ્લાસ થાય ત્યારે જે ભ્રમરહિત તૃપ્તિ થાય છે, તે જ ખરેખરી તૃપ્તિ છે. હું ચિત્રચંદ્ર, તું તારા મનમાં ભેજન વગેરેથી જે તૃમિ માને છે, તે ત્રાંતિરૂપ તૃપ્તિ છે. એમ નિશ્ચયથી જાણજે. જે જ્ઞાની પુરૂષ છે, તે કદિપણ તેવી વૃતિને ઈચ્છતા નથી. એક વખતે કે મહાત્મા મુનિ ગૃહસ્થને ઘેર ભિક્ષા લેવા ગયા. તે ધનાઢ્ય ગૃહસ્થે વિવિધ પ્રકારની ભિક્ષા તેમને હેરાવાને હાજર કરી. તે વખતે તે મહાત્માએ તેમાંથી જે નીરસ અને વિકૃતિ વગરના પદાર્થો હતા, તે ગ્રહણ કર્યા, અને બાકીના પદાર્થો ગ્રહણ કર્યા નહિ. તેથી પેલા આસ્તિક શ્રાવકના મનમાં ખેદ થયે, તેણે મનમાં કચવાઈને કહ્યું, “મુનિરાજ, આવા આવા ઉત્તમ તૃપ્તિકારક પદાર્થોને આપ ત્યાગ કરી છે, તે ઠીક નહિ; તેથી મને ખેદ થાય છે. જે આપે મારાં તે તૃપ્તિકારક મિષ્ટાન્ન - હાર્યા હોત, તે મને વિશેષ સંતોષ થાત.” તે ગૃહસ્થનાં આવાં અસંતેષ ભરેલાં વચને સાંભળી જ્ઞાનમુનિ બીજું કાંઈ બોલ્યા નહિ, પણ તેમણે માત્ર નીચે એક જ શ્લેક કો
" पुद्गलैः पुद्गलास्तृप्ति, यान्त्यात्मा पुनरात्मना परतृप्तिसमारोपो, शानिनस्तान युज्यते " ॥१॥
આ લેક સાંભળી તે ગૃહસ્થ મુનિ મારાજને પૂછયું, મહારાજ, એ લેકને અર્થ મને સમજાવે. મુનિ બેલ્યા–“ભદ્ર, એ કલેકને સંક્ષિપ્ત અર્થ તે એટલે છે કે “પુગલેથી પુગલે તૃપ્તિ પામે છે, અને આત્મા આત્માથી તૃપ્તિ પામે છે. માટે પરતૃપ્તિને સમાપ જ્ઞાની પુરૂષને ઘટતો નથી.” પણ તેને વિશેષાર્થ એ છે કે, દેહ, ઇંદ્રિય, મન વિગેરે મૂર્તિમાન પદાર્થો પુદ્ગલજન્ય છે. તે પદાર્થો આહાર, વસ્ત્ર, અલંકાર વગેરે પુદ્ગલથી તૃપ્તિ પામે છે. કારણ કે, તે બધા પુદ્ગલેને ધર્મ સમાન છે. પરંતુ જે આત્મા–જીવ છે, તે અનિચ્છા વગેરે પિતાના સ્વભાવથી તૃપ્ત થાય છે, પુગેલેથી તૃપ્ત થતું નથી. કારણ કે, આત્માને ધર્મપુદ્ગલેના ધર્મથી વિલક્ષણ છે. આવી રીતે વસ્તુસ્વભાવને જાણનારા જ્ઞાનીને પરવસ્તુ જનિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com