________________
નિસ્પૃહતા.
'
ર૪૯
મારા નિયમને માટે પૂછયું, એટલે તેણે મને કહ્યું કે, જે કઈ ગુરૂ ઉપદેષ્ટા ન મળે તે પછી ઉપદેશનાં પુસ્તકો વાંચી તેમાંથી નવે ન ઉપદેશ ગ્રહણ કરે. જેથી તારે નિયમ સચવાશે. પછી હું તે નિયમ પ્રમાણે વર્તી હમેશાં નવીન નવીન ઉપદેશ મેળવવા લાગ્યા, અને એ ચાતુર્માસ્ય મેં મારા નિયમ પ્રમાણે પ્રસાર કર્યું હતું.
ભગવદ્ , ત્યારથી મારા મનને શંકા રહી છે કે, શું કેઈની દરકાર ન રાખવી, તેનું નામ નિઃસ્પૃહતા હશે? જો એવી નિઃસ્પૃહતા ગણાતી હોય, તે દરેક બેદરકારી મનુષ્ય નિસ્પૃહ કહેવાય, અને તેઓ પણ પેલા મુનિની જેમ સત્યવાન ગણાય. આ વિષે મારા હદયમાં શંકા ૨. હ્યા કરે છે, તે આપ કૃપા કરી મને નિસ્પૃહ શબ્દને ખરે અર્થ સમજાવી નિઃશંક કરશે.
ગૃહસ્થ શિષ્યને આ પ્રશ્ન સાંભળી ગુરૂ સાનંદવદને બેલ્યા“હેવિનીત શિષ્ય, તારે આ સુબોધ્ય પ્રશ્ન સાંભળી મને અપાર આનંદ ઉત્પન્ન થયેલ છે. નિઃસ્પૃહતાનું ખરું સ્વરૂપ જાણવાથી ઉત્તમ બોધપ્રાપ્ત થાય છે. જે મુનિએ તને નિઃસ્પૃહતાને અર્થ કહ્યું હતું, તે તધન અનુચિત હતે. જે તે ખરેખર શુદ્ધચારિત્રધારી મુનિ હોત, તે તે નિઃસ્પૃહ શબ્દને આ અર્થ કરે નહીં. તેના હૃદયમાં ચારિત્રધમને ઉત્તમ બેધ થયે નથી, એમ તેના વચન ઉપરથી સમજાય છે. લોકોને પરમ ઉપકાર કરનારું વ્યાખ્યાન બંધ કરી પિતાની નિસ્પૃહતા પ્રગટ કરવી, એ મુનિઓને ધર્મ નથી. એવા મુનિઓની નિંદા કરવી ગ્ય નથી, તથાપિ દિલગીરી સાથે કહેવું પડે છે કે, તેવા પામર આત્માઓ ચારિત્ર લીધા પછી તેને સદુપયોગ કરી શકતા નથી. તેથી તેઓ પિતે બડી બીજાઓને પણ બુડાડે છે. એવા વંચક ગુર્વાભાસોથી જ આ ભારતવર્ષની ધર્મભાવના શિથિલ થઈ ગઈ છે.”
હે મુનિશિષ્ય, આ ગૃહસ્થશિષ્ય જે પ્રશ્ન કર્યો. તેને ઉત્તર સાંભળવામાં તારેપણુ લક્ષ આપવાનું છે. કારણકે, નિસ્પૃહતાને ઉત્તમ ગુણ મુનિધર્મની સાથે પૂર્ણ સંબંધ ધરાવે છે.
હે ગૃહસ્થશિષ્ય, આ જગતમાં મનુષ્યને પિતાના સ્વભાવને લાભ મુખ્ય રીતે પ્રાપ્ત કરવાનું છે. પિતાના સહજ સ્વરૂપને આવરણ રહિત જાણવું, એ સ્વભાવને લાભ ગણાય છે. તે લાભ શિવાય બીજો કોઈ પણ લાભ પ્રાપ્તવ્ય નથી. જીવને પ્રાપ્ત કરવાની વસ્તુ સ્વભાSli. K.-32
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com