________________
૨૮૮
જૈન શશિકાન્ત. એક વખતે ચાતુર્માસ્ય રહેલા તે ગુરૂની પાસે હું ઉપદેશ સાંભળવા ગયા, ત્યાં ગુરૂ પિતે રેષ કરીને એક તરફ બેઠા હતા. મેં તેમની પાસે જઈ વિનયથી વંદના કરી, ગુરૂએ મને ધર્મલાભની આ શીષ આપી. ક્ષણવારે મેં નમ્રતાથી જણાવ્યું કે, “મહારાજ, આજે વ્યાખ્યાન કેમ નથી થતું? મારાં આ વચન સાંભળતાં જ ગુરૂ રેષથી બેલી ઉઠયા, અરે શ્રાવક, અમે સાધુઓ નિઃસ્પૃહ છીએ, અમારે કાંઈ તમારા લેકેની દરકાર નથી. અમારી ઈચ્છા હોય, તે વ્યાખ્યાન આપીએ.” મેં વિનયપૂર્વક કહ્યું, “મહારાજ, આપ નિઃસ્પૃહ છે, એ સત્ય વાત છે, પણ આપના વ્યાખ્યાનથી લોકેને ઉપકાર થાય છે, આપ કૃપા કરી વ્યાખ્યાન આપે તે વધારે સારું.” ગુરૂએ આ ક્ષેપ કરી કહ્યું, “અરે બાળક, કઈ પણ કાર્ય અમારી મરજી વિરૂદ્ધ થવાનું નથી. આજે વ્યાખ્યાન આપવાની મારી ઈચ્છા નથી. માટે તું ચાલ્યા જા; બીજા પણ શ્રાવકેને કહેજે કે, આજે વ્યાખ્યાન થવાનું નથી. ” તે વખતે હું નમ્રતા અને શાંતિથી આજીજી કરી છે
--“મહારાજ, મેં આ ચાતુર્માસ્યમાં એ નિયમ લીધે છે કે, હમેશાં ગુરૂ પાસેથી કાંઈપણ ઉપદેશ ગ્રહણ કરે, આથી મારા નિયમને લઈને મારા મનમાં ઉપદેશ સાંભળવાની પ્રબળ ઈચ્છા છે. ” મારાં આ વચને સાંભળી મુનિ રૂષ્ટ થઈ બેલ્યા--“શ્રાવકબાળ, તે એ નિયમ શામાટે લીધે? અમારા મુનિલેકે ને એ કઈ એ. કાંત નિશ્ચય હેતું નથી. કારણ કે, અમે નિઃસ્પૃહ અને સ્વતંત્ર છીએ. અમે કાંઈ હમેશાં વ્યાખ્યાન આપવાને બંધાએલા નથી.”
મેં નમ્રતાથી જણાવ્યું, “મહારાજ, આ બાળક ઉપર કૃપા ક રી જરા ડે ઉપદેશ આપે તે હું મારા નિયમથી ભ્રષ્ટ ન થાઉં” મુનિ વિશેષ રેષ ધરી બેલ્યા- “અરે મૂર્ખ, તેં કાંઈ અમારી ઉપર નિયમ લીધે નથી. જે અમારે આધારે નિયમ લીધે હોય, તે તું ખરેખરે મૂર્ખ છે. કારણકે, જેમને કેઈની પણ સ્પૃહા નથી, એવા મુનિએ કદિપણું બંધનમાં આવતા નથી. ” મુનિનાં આવાં વચન સાંભળી હું નિરાશ થઈ ગયો. પછી મેં તેમને નિસ્પૃહ શબ્દનો અર્થ પુછા હતા, ત્યારે તેમણે કહ્યું હતું કે, કેઈની દરકાર ન રાખે, તે નિઃસ્પૃહ કહેવાય છે. આ તેમને કહેલે અર્થ મને બરાબર એગ્ય લાગે નહિ. પછી હું ત્યાંથી ચાલે ગયે. પછી મેં કોઈ વિદ્વાન વડિલને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com