________________
૨૪૬
જૈન શશિકાન્ત. ઉપાધ્યાય છે.” તે સાંભળી પેલા મુનિને હસવું આવ્યું, એટલે તુ તિ કરનાર મુનિએ ઇંતેજારિથી પૂછયું, આપ મહાનુભાવને આ કલેકની સ્તુતિથી હાસ્ય કેમ આવ્યું? મુનિએ વિનયથી કહ્યું, તે અષ્ટક જીને શ્લેક આ ઠેકાણે કેમ લાગુ પાડી સ્તુતિ કરી? તે વિદ્વાન્ મુનિએ કહ્યું, “મહારાજ, મને આ કલેક ઘણે પ્રિય છે, અને તેનો અર્થ તીર્થકર જેવા મહાત્માને સર્વ રીતે લાગુ પડે છે. જ્ઞાનપૂર્વક જે મહાત્માની વ્રત પાલનાદિ કિયા દેષ એટલે ઈહિલકાશંસા, પરેલેકાશંસા, મિથ્યાત્વ, વિષય, કષાય વગેરેપ પંકથી મલીન થયેલી નથી, એવા વિમળ, હે પાદેય, જ્ઞાનયુક્ત મનઃ પરિણામવાળા ગીને એટલે જ્ઞાન, વૈરાગ્ય-ઐશ્વર્યવાનને નમસ્કાર છે. તીર્થકરાદિ તે એવા ગુણવાળા છે જ, પણ બીજે કઈ આત્મા એવા ગુણવાળો હોય, તેને પણ મારા નમસ્કાર છે.” મુનિનાં આ વચને સાંભળીને વિદ્વાન મુનિ પ્રસન્ન થઈ ગયા. અને તેમણે પણ તે કલેક સ્મરણમાં રાખે, અને પ્રતિદિન તેનું પઠન પાઠન કરવા લાગ્યા.
હે વિનીત શિષ્ય, આ દષ્ટાંત ઉપરથી તમારે સમજવાનું છે કે, જે મુનિ અથવા ગૃહસ્થનું આચરણ દેષરૂપી પંકથી અલિપ્ત હય, તે સર્વ રીતે નમસ્કાર કરવા ગ્ય છે, અને તેને આત્મા ખરેખ નિ લેંપ છે. એવા નિર્લેપ આત્માએ આ જગમાં પિતાનું જીવન સાર્થક કરી અને સિદ્ધશિલાના અધિકારી થાય છે.
બંને શિષ્ય અંજલિ જોડી બલ્યા–“ મહાનુભાવ, આપે જે નિલેપનું સ્વરૂપ અમને સમજાવ્યું છે, તેથી અમારા આત્મા ઉપર આપને મહાન ઉપકાર થયેલ છે. આપના એ અપાર ઉપકારને પ્રતીકાર અમારાથી કદિપણ થઈ શકે તેમ નથી. અમે આપને યાવજજીવિત આભારી છીએ. આપના જેવા જ્ઞાનનિધિ પુરૂષના સમાગમનું ફળ આત્માને ઉપકારી થાય, તેમાં કાંઈપણ આશ્ચર્ય નથી. જેના શાસનના અધિષ્ઠાયક દેવ આપના જેવા મહાત્માને આ જગતુ ઉપર ચિરકાળ વસાવે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com