________________
નિલેપ.
૨૪૫
છે, અને ક્રિયાની મુખ્યતાની સાથે જ્ઞાનની ગણતા હોય છે, તે માત્ર ભૂમિકા ભેદને આશ્રીને થયા કરે છે. સમક્તિ ગુણસ્થાનવ જીવને સમતિપણાની કરણીની મુખ્યતા છે, અને દેશવિરતિ સર્વવિરતિને તે સ્થાનની કરણીની મુખ્યતા છે. પરંતુ સાતમા, આઠમા અને નવમા ગુણસ્થાને વર્તતા જીવને જ્ઞાનની મુખ્યતા છે.
હે શિષ્ય, આ વાતને વિચાર કરી મનન કરજે, એટલે તારા મનની શંકા પરાસ્ત થઈ જશે. અને તારા મનને નિશ્ચય થશે કે, જ્ઞાન અને ક્રિયા-એ બંનેની આવશ્યક્તા છે, અને તે જ્ઞાન તથા ક્રિયારૂપ નેત્રે વિના જીવ અંધના જેવો છે. હે શિષ્ય, હવે તું નિર્લેપના સ્વરૂપને જાણવાને સમર્થ થયે હેઈશ. એ સ્વરૂપનું વારંવાર મનન કરતે રહેજે, એટલે તારૂં સદાચરણ જ્ઞાનસહિત નિર્દોષ રહેશે. જેનું આચરણ નિર્દોષ હોય, તે પુરૂષ સર્વને નમસ્કાર કરવા યોગ્ય છે. તે ઉપર એક સુચરિત મુનિની કથા છે.–આનંદનગરની બાહેર એક ઉદ્યાનમાં સુંદર જિનાલય હતું. તેની અંદર શાંતિનાથ પ્રભુની સુંદર પ્રતિમા હતી. તે પ્રતિમા તેજસ્વી અને દિવ્ય હતી. તેથી આસપાસના ઘણા યાત્રાળુઓ તે પ્રતિમાજીનાં દર્શન કરવાને તે સ્થાને આવતા હતા. તે સાથે કેટલાએક મુનિએ પણ યાત્રા નિમિત્તે વિહાર કરી તે સ્થળે આવતા હતા.
એક વખતે કેઈએક વિદ્વાન મુનિ તે સ્થળે પ્રભુની દિવ્ય પ્રતિમાનાં દર્શન કરવાને આવી ચડ્યા. તેઓ ચૈત્યની અંદર આવી અનેક પ્રકારની ભાવના ભાવી પ્રભુની સ્તુતિ કરતા નીચેને લેક બેલ્યા
"सत्झानं यदनुष्टानं न लिप्तं दोषपंकतः। . शुद्धबुद्धस्वजावाय तस्मै जगवते नमः" ।१॥
“જ્ઞાન પૂર્વક જેનું આચરણ દેષરૂપી પંકથી લિસ નથી, એવા શુદ્ધ બુદ્ધ સ્વભાવી મહાત્માને નમસ્કાર છે.”
આ શ્લેક તેમની પાસે ઉભેલા કોઈ બીજા મુનિએ સાંભળે. તે સાંભળી એ વિદ્વાન મુનિએ તે બ્લેક બેલી સ્તુતિ કરનારા મુનિ ને પૂછ્યું-“મહારાજ, આ લેક પ્રાચીન છે કે, અર્વાચીન છે?” મહારાજે ઉત્તર આપે. “તે અતિ પ્રાચીન નથી, તેમ અતિ અર્વાચીન નથી.” તેણે પુનઃ પૂછ્યું,-“આ કલેકને કર્તા કોણ છે?” પિલા સ્તુતિકાર મુનિએ ઉત્તર આપે,–“તે લેકને કર્તા શ્રીયવિજયજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com