________________
વૃતિ,
રીકે
વા લાગી. આ વખતે તે ભેજનરસિક ચિત્રચંદ્ર પણ તે સર્વની સાથે આવ્યું. વિદ્વાન અને જ્ઞાનીમુનિએ ધર્મની દેશના આપવા માંડી. જ્યાં થડી દેશના આપી, ત્યાં પેલે ચિત્રચંદ્ર બેઠે થયે. ધર્મના વ્યાખ્યાનમાં વચ્ચે બોલવું કે બેઠું થવું, એ અનુચિત ગણાય છે. આથી ત્યાં બેઠેલા સંઘપતિએ આક્ષેપથી કહ્યું, “ભાઈ ચિત્રચંદ્ર બેસી જાઓ. વ્યાખ્યાન ચાલતું હોય, તે વખતે ઉઠીને ચાલવું, તે અનુચિત ગણાય છે, અને તેથી ગુરૂ તથા સંઘની મર્યાદા તૂટી જાય છે.” સંઘના આગે વાનના આવા શબ્દો સાંભળી નાસ્તિક શિરોમણિ ચિત્રચંદ્ર – “શેઠજી, મારાથી ક્ષણવાર પણ બેશી શકાય તેમ નથી. મારે ભેજનને સમય થયો છે. આ મુનિના વ્યાખ્યાનથી કાંઈ ઉદરને તૃપ્તિ થતી નથી. આ જગત્માં ખરેખરી તૃપ્તિ આપનાર ભેજન છે. ધર્મોપદેશ આપનારા આ મુનિએ પણ મિષ્ટાન્ન ભેજન મળવાથી ખુશી થાય છે, તે આપણ ગુડ શા માટે ન થઈએ? જે વ્રત ઉપવાસ કરી ખાનપાનને ત્યાગ કરે છે, તેઓ ખરેખરા વંચિત થાય છે. માટે હું તે હવે ક્ષણમાત્ર પણ શેકાવાને નથી. મારા ઉદરને જ્યાં સુધી પ્તિ ન થાય ત્યાંસુધી મને હૃદયમાં શાંતિ વળે નહિ. ચિત્રચંદ્રનાં આવાં વચન સાંભળી તે સંઘપતિ કાંઈપણ બે નહિ. પણ દયાળુ મુનિ તેનાં એવાં વચનો સાંભળી વિચારમાં પડયા. “અહો ! આ જીવ ખરેખરે રસના ઇંદ્રિયના વિષયમાં આસક્ત લાગે છે. તેની મને વૃત્તિને ઉપદેશદ્વારા સમાગે પ્રેરવાથી એક આત્માને મહાન ઉપકાર થશે.” આવું વિચારી તે મહાત્મા મુનિ બેલ્યા–“શ્રાવક ચિત્રચંદ્ર, જે તૃપ્તિને માટે તમે ઉતાવળ કરી ઘેર જવા ઈચ્છા રાખે છે, તે તૃપ્તિના કરતાં વિશેષ તૃપ્તિ મળે તે તમે પ્રસન્ન થાઓ કે નહિ?” ચિત્ર ચંદ્ર શાંત થઈને બે , “મહારાજ, તેવી તૃપ્તિ આ સ્થળે શી રીતે મળે? અહિં કાંઈ વિવિધ પ્રકારના ભેજનને વેગ નથી. જ્યાં સુધી ભેજનના પદાર્થો મારા ઉદરમાં પડે નહિ, ત્યાં સુધી મને શી રીતે વિશેષ તૃપ્તિ મળે ?” મુનિરાજે કહ્યું, “ભદ્ર, ક્ષણવાર મનને સ્વસ્થ કરી બેશે, તે તમને ઉત્તમ પ્રકારની તૃપ્તિ પ્રાપ્ત થશે.” મુનિનાં આ વાં વચન સાંભળી ચિત્રચંદ્ર તૃપ્તિની આશાથી બેઠે, એટલે મુનિએ તેને ઉપદેશ આપવા માંડે–ભદ્ર, તમે ભેજન વગેરેથી તૃપ્તિ પામવાની ઈચ્છા રાખે છે, તે તૃમિ ક્ષણિક અને પરિણામે દુઃખદાયકે
SIH. K. ૩૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com