________________
નિલે પ.
૨૪૧ મનન કરવાથી દરેક ભવિ આત્મા પિતાને ઉદ્ધાર કરવાને સમર્થ થઈ શકે છે. હે મહાનુભાવ, તૃપ્તિને વિષય સાંભળ્યા પછી એક વાર્તા પુરી આવી છે, તે હું આપની પાસે નિવેદન કરું . એક વખતે હું કોઈ શુભ પર્વને દિવસે ચૈત્યપરીપાટી કરવા નીકળ્યું હતું. દરેક જુદા જુદા જિનાલયમાં ફરી પ્રભુનાં દર્શન કરી હું પાછે ઘેર આવતું હતું. માર્ગમાં એક જૈન વિદ્યાથીઓની મેટી પાઠશાળા આવી, તેની પાસે થઈ પ્રસાર થતાં કઈ વિદ્વાન ગુરૂ પિતાના શિષ્યને નીચે પ્રમાણે કહેતા હતા
હે શિષ્ય, આ આત્મા નિશ્ચયનચે કરી અલિસ છે, અને વ્યવહારનયથી લિપ્ત છે. તે આત્માને જ્ઞાનિ અલિપ્ત–નિલેપ દૃષ્ટિએ શુદ્ધ કરે છે, અને ક્રિયાવાનું લિસ દૃષ્ટિએ શુદ્ધ કરે છે.*
ગુરૂના મુખથી આ વાકયે સાંભળી હું વિચારમાં પડે કે, “આત્મા લિસ અને અલિત કેવી રીતે રહેતે હશે? વળી જ્ઞાની નિ લેપ દષ્ટિએ તેને જુવે છે, અને ક્રિયાવાન સલેપ દષ્ટિએ જુવે છે, એ શું હશે? આ વાકને ગંભીરાર્થ મારા સમજવામાં આવતું નથી.” આ વિચાર કરી હું ઘેર આવ્યા. પછી તે વાત મેં મારા એક વિદ્વાન મિત્રને પૂછી, પણ તે તેને યથાર્થ ખુલાસે આપી શકે નહિ. પછી કેટલેક દિવસે હું તે વાત ભૂલી ગયે હતે. હે મુનદ્ર, આજે આ પની સમક્ષ મને તે વાત યાદ આવી છે. આપના જેવા વિદ્વાન અને તત્ત્વજ્ઞ ગુરૂને વેગ પુનઃ પુનઃ થતું નથી. તેથી આપ મારા તે સંદેહિને દૂર કરવા કૃપા કરશે. આત્માનું નિર્લેપપણું અને સલેપપણું કેવી રીતે ઘટે? એ વાત મને સમજાવી મારી ચિરકાળની શંકા દૂર કરવા કૃપા કરશે.
ગૃહસ્થ શિષ્યનાં આ વચને સાંભળી દયાળ ગુરૂ બેલ્યા, હે - હસ્થ શિષ્ય, તેં પૂછેલો પ્રશ્ન તત્ત્વથી ભરપૂર છે. જે ભવિ આત્મા એ પ્રશ્નનું સમાધાન સારી રીતે સમજે, તે તે તત્વમાર્ગને પથિક બની મોક્ષને અધિકારી થઈ શકે છે. આ જગમાં ઘણું આત્માઓ એ વિચારથી પ્રતિબધ પામી પરમાત્માના સ્વરૂપને પ્રાપ્ત થયા છે. હેપ્રિશિવે, તમે બંને આ પ્રશ્નના ઉત્તરના વિવેચનમાં સાવધાન રહેજે, અને તેને બરાબર સમજી તેનું સારી રીતે મનન કરજે. SH. K. ૩૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com