________________
જૈન શશિકાન્ત. પુત્રના આત્માને મેહક પદાર્થોને ભક્તા બનાવી અધમ દશાને સં. પાદક કરે છે, અને શુદ્ધ ઉપગરૂપી પિતા આત્માને તેમાંથી ઉદ્ધાર કરે છે. જે ધૃતિ એટલે આત્માની રતિરૂપ સ્થિર પરિણતિ, તે માતાની જેમ બાળજીવનું પરિપાલન કરે છે. તે ખરેખરી ભાવમાતા છે. જગત્ની દ્રવ્યમાતાથી તેવું આત્મહિત થતું નથી. આવા પવિત્ર ભાવમાતાપિતાને ભજનારે આત્માકદિપણ દુઃખી થતું નથી. તે અહર્નિશ આનંદ સુખને અનુભવી બને છે. પુણ્યવાન પુત્રે લૈકિક જન્મના હેતુ દ્રવ્ય માતાપિતાને ત્યાગ કરી તે પવિત્ર ભાવ માતાપિતાને આશ્રય લે છે. કારણ કે, દ્રવ્ય માતાપિતા મૃત્યુ પર્યત પુત્રને નિર્વાહ કરી શકતાં નથી, તેથી તેના માતાપિતાને ત્યાગ કરી વાવાજજીવ નિર્વાહ કરનારા ભાવ માતાપિતાને આશ્રય કરવો જોઈએ.
હે ભદ્ર, તમને અહિં શંકા થશે કે, કદિ સંયમી પુરૂષને ભાવ માતાપિતાને વેગ થાય, પણ તેમને કુટુંબીની જેમ બંધુઓને એગ શી રીતે થશે? તે શંકાનું સમાધાન આ પ્રમાણે છે–ભાવ માતાપિતાને આશ્રિત થયેલે સંયમી પુત્ર ભાવ બંધુઓને પણ મેળવી શકે છે. શીળ, સત્ય, સદાચાર વગેરે જે સગુણે છે, તે તેના ભાવ બંધુઓ છે, દ્રવ્ય બંધુઓ કરતાં સંયમીને ભાવ બંધુઓ વધારે ઉપચેની છે. શીળ વગેરે બંધુઓના કુટુંબમાં રહેલા સંયમીને સર્વદા સુખ પ્રાપ્ત થાય છે. એ સુખના પ્રભાવથી તે ઉત્તમ પ્રકારનાં આત્મિક કાર્યો સાધી શકે છે.
ભદ્ર, તમે એમ ધારશે કે, ભાવ માતાપિતા અને ભાવબંધુઓ, તે હોઈ શકે, પણ તેને હૃદયને રસ આપનારી કાંતા અને જ્ઞાતિજન ક્યાંથી મળશે? પવિત્ર સંયમીના કુટુંબમાં એ પણ છે. તેને સમ. તારૂપી સુંદર સ્ત્રી છે, અને સમક્રિયારૂપી જ્ઞાતિજન છે. એ પણ ભાવસ્ત્રી અને ભાવજ્ઞાતિજન છે. ભાવમાતપિતા, ભાવબંધુ ભાવકતા અને ને ભાવજ્ઞાતિજન–એવા ભાવકુટુંબથી પરિવૃત થઈ ભાવગ્રહરૂપ વનમાં અથવા એકાંતમાં વાસ કરી રહેલા સંયમી-ગીને પછી શી ચિંતા રહે?
તેથી હે દંપતી, તમે તમારા પુત્ર લલિતની કોઈ જાતની ચિં તા રાખશે નહીં. જો તેને પુણ્યનું બળ હશે, તે તે દ્રવ્ય કુટુંબ અને ભાવકુટુંબ બંને મેળવી શકશે. તમારી એને જરા પણ અપેક્ષા રહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com