________________
ક્રિયા
૨૨૯ તેવા ભાવની વૃદ્ધિ થાય છે. તેથી ક્ષાપશમિક ભાવમાંજ ક્રિયા કરવી જોઈએ. એ કિયા તેવા ભાવને વધારતી જાય છે.
ગૃહસ્થ શિષ્ય વિનયથી કહ્યું, મહાનુભાવ, ક્ષાપશમિક ભાવ એટલે શું? તે મને સમજાવો. આપના આ યતિ શિષ્ય ચારિત્રના પ્ર. ભાવથી તે વાત જાણતા હશે, પરંતુ હું તે ગૃહાવાસને લઈને તે વિષે કાંઈપણ સમજ નથી. માટે કૃપા કરી ક્ષાપશમિક ભાવનું યથાર્થ સ્વરૂપ મને સમજાવો જેથી આપને મારી પર ભારે ઉપકાર થશે.
" શિષ્યનાં આ વચન સાંભળી ગુરૂ સાનંદવદને બેલ્યા–હે વિ. નીત ગૃહિશિષ્ય, તેં ક્ષાપશમિક ભાવને માટે જે પ્રશ્ન કર્યો, તે ઘણેજ ઉત્તમ પ્રશ્ન છે. જો તે યથાર્થ રીતે જાણવામાં આવે, તે આ ત્માને ભારે ઉપકાર થાય છે. સાંભળ–ક્ષાપશમિક શબ્દમાં મૂળ ક્ષય અને ઉપશમ એવા બે શબ્દ છે. ક્ષય એટલે ઉદયમાં - વેલાં કર્મને અનુભવવાં–ક્ષપણ કરવાં. અર્થાત્ આત્મ પ્રદેશથી જુદાં કરવાં, અને ઉપશમ એટલે ઉદય નહિ આવેલાં કર્મને શમાવવાંઆ ક્ષય અને ઉપશમ શબ્દને અર્થ છે. તે જ્ઞાન, દર્શનના આવરણ મેહાંતરાયને ક્ષાપશમ કરવામાં આવે છે. તેવા ક્ષાપશમિક ભાવમાં એટલે સમ્યમ્ જ્ઞાન, ચારિત્ર અને વીર્યના ઉલ્લાસરૂપ પરિણામમાં વર્તાતે એ જીવ જે ક્રિયા કરે છે–એટલે ગુરૂવંદન-આવશ્યકાદિ ક્રિયા કરે છે, તે કિયા સર્વોત્તમ ગણાય છે. એવી ક્રિયા કરવાથી પતિત માણસને પણ પરિણામ વધે છે. હે શિષ્ય, આ સ્થળે પતિતને અર્થ ભ્રષ્ટ સમજે. એટલે જે જીવ શુભ પરિણામ ના શિખર ઉપરથી ભ્રષ્ટ થાય છે–ઢળી પડે છે, તે પતિત કહેવાય છે. એ પતિત જીવ પણ જે ક્ષાયાપશમિક ભાવમાં ક્રિયા કરે છે, તે તેને પુનઃ સારા પરિણામની પ્રાપ્તિ થાય છે.”
ગુરૂનાં આ વચન સાંભળી ગૃહસ્થશિષ્ય પ્રસન્ન થઈને બે“ભગવન, આપના ઉપદેશથી મને મહાન લાભ મળે છે.
ક્ષાશમિક ભાવને ખરે અર્થ મારા જાણવામાં આવ્યું છે. જે પ્રાણી એ પવિત્ર ભાવને પિતાના હદયમાં સ્થાપિત કરે, તે પ્રાણી અનુકમે સિદ્ધિપદને સંપાદક થાય છે. ભગવન, આપની ઉપદેશવાણી ખરેખર મનન કરવા યોગ્ય છે. આપના જેવા દયાળુ ગુરૂઓ આ સં. સાર સાગરને ઉતારવામાં નાવ સમાન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com