________________
જૈન શશિકાન્ત.
૨૨૮
આ વખતે કઈ બીજો મુસાફર તેને મળે. તેણે પેલા નાશી જતા બળદને પકડી લીધા, અને તે ગાભરા બની ગયેલા પટેલને કેટલીએક મદદ કરી. પટેલ તે બળદને ગાડા સાથે જોડી હાંકવા લાગ્યા, ત્યારે પેલા મુસાફરે હસીને કહ્યું, “અરે પટેલ, આ તારું ગાડું નહિ ચાલે, કારણકે, આ તેનું એક ચક નીકળી ગયું છે. જ્યારે તે ચકને ગાડાની સાથે જોડી દઈશ, ત્યારે આ ગાડું ચાલી શકશે.” તે મુસાફરનાં આ વચનને માન્ય કરી પટેલે તે ચક ગાડાની સાથે લગાડયું, એટલે તે ગાડું સારી રીતે ચાલવા લાગ્યું, અને તેથી તે સુખે કરી પિતાને જ્યાં જવું હતું, તે સ્થાને આવી પહોંચ્યો.
આ દષ્ટાંત ઉપરથી સમજવાનું છે કે, જે પટેલ તે જીવ સમજ, જે ગાડું તે સંયમ સમજ અને જે બે ચક્ર તે ક્રિયા અને જ્ઞાન સમજવાં. જે બળદ તે અનુભવ જાણ. એટલે ચારિત્રધારી જવરૂપી પટેલ જ્ઞાન તથા કિયારૂપ બે ચકવાળા, અને અનુભવરૂપી બળદની સાથે જોડેલા સંયમરૂપી ગાડામાં બેસીને શિવનગર જાય છે. જે ગાડું વિષમ માર્ગે અટકયું હતું, તે વિષય, તે સયમને દેષ સમજે. જયારે દેષ લાગે છે, ત્યારે સંયમને હાનિ થાય છે. જે એક ચક નીકળી પડયું હતું, તે ક્રિયા સમજવી. જેમાં એક ચક્રથી ગાડું ચાલી શકતું નથી, તેમ એકલા જ્ઞાનથી સંયમમાર્ગ સધાતું નથી. જ્ઞાન અને ક્રિયા બંનેની આવશ્યકતા છે. જે પુરૂષે તે પટેલના છૂટીને નાશી જતા બળદને પકડ્યા હતા, અને તેને કેટલીક મદદ આપી હતી, તે અનુભવને દર્શાવનાર ગુરૂ સમજવા.
હે શિષ્ય, આ ઉપનય સમજી જેઓ જ્ઞાન અને ક્રિયા બંનેને માન આપી પિતાને સંયમ સાધે છે, તેઓ સારી રીતે મેક્ષને સં. પાદન કરી શકે છે. તેથી કિયા વિના કેવળ જ્ઞાનથી સંયમ માર્ગ સધાતે નથી, એ વાત નિશ્ચયથી જાણી લેવી. સંયમમાર્ગ સાધવાને કિયા અને જ્ઞાન બંનેની આવશ્યકતા છે. હે શિષ્ય, અહિં તમારે એક વાત સારી રીતે સમજવાની છે, જે ક્રિયા છે, તે કેવા ભાવમાં કરવી જોઈએ? એ વાત પ્રથમ લક્ષમાં લેવાની છે. આત્માના હદયસ્થાનમાં વિવિધ પ્રકારના ભાવ ઉત્પન્ન થાય છે, અને તે ભાવને લઈને ક્રિયાઓ કરવા. માં આવે છે. સર્વ ભાવમાં ક્ષાપશમિક ભાવ, એ સર્વથી ઉત્તમ છે. તેવા ભાવમાં જે ક્રિયા કરવામાં આવે, તે ક્રિયાથી પતિત જીવને પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com