________________
ત્યાગ.
રર૩ પવિત્ર કુટુંબમાં શુદ્ધ ઉપગરૂપી પિતા છે, ધૃતિરૂપ માતા છે, શીલ વગેરે સગુણે બંધુઓ છે, સમતારૂપી સ્ત્રી છે, અને સમક્રિયારૂપી જ્ઞાતિજન છે–એવા ભાવકુટુંબને આશ્રિત થયેલે આત્મા સર્વ બાહ્ય વર્ગને ત્યાગ કરી ધર્મસંન્યાસી બને છે. એવા ધર્મસંન્યાસિને જે લાપશમિક ધર્મો છે, તે પણ ત્યજવા યોગ્ય છે. કારણ કે, તેવા આત્માને નિર્વિકલ્પત્યાગ થયેલે છે, એને તેવા ઉત્તમ ત્યાગને વિષે વિક
લ્પ પણ નથી, અને ક્રિયા પણ નથી. જેમાં પ્રત્યક્ષ અને પરોક્ષ, પિગલિક અને અપગલિક, પ્રમત્ત અને અપ્રમત્ત, સકષાય અને નિ કષાય અને સાભિલાષ અને નિરભિલાષ વગેરે પ્રકાર રહેલા નથી, તે જે ત્યાગ તે નિર્વિકલ્પ ત્યાગ કહેવાય છે. જે અમુક કાળસુધી કાંઈ ત્યાગ કરવાને નિયમ તે સવિકલ૫ ત્યાગ કહેવાય છે. તે સવિક
૫ ત્યાગ બાહ્ય ત્યાગ છે, અને નિર્વિકલ્પ ત્યાગ અંતરંગ ત્યાગ છે. નિર્વિકલ્પ ત્યાગવાળ આત્મા સર્વ વિભાવથી નિવૃત્ત થાય છે. તેને વિકલ૫ ક્રિયાનું પ્રયોજન રહેતું નથી. મન, વચન અને કાયાના વ્યાપારને મૂલથી નિધિ સ્વભાવને વિષે સ્થાપ, તે યુગ કહેવાય છે. તે યેગના વ્યાપારને જેમાં અભાવ છે, એવા શુકલધ્યાનના ત્રીજા અને ચોથા પાયાવડે સર્વ આત્મ પ્રદેશને નિશ્ચળ કરી અગી થવું, તે યોગસંન્યાસ કહેવાય છે. તે યોગસંન્યાસી મન, વચન અને કાય
ગના સર્વ ભેદને ત્યાગ કરે છે, એટલે તેને આત્માથી પૃથકુ કરે છે. તેથી તેને નિર્ગુણ બ્રહ્મપણું પ્રાપ્ત થાય છે. તે નિર્ગુણ બ્રહ્મ-આત્માનું રૂપ વસ્તુતાએ ગુણોથી પરિપૂર્ણ થઈને વાદળ રહિત ચંદ્રમંડળની જેમ સ્વતઃ પ્રકાશે છે. હે માતા પિતા, આ સંન્યાસ એટલે ત્યાગ લઈ આ અસાર સંસારમાંથી મુક્ત થવાની મારી ઇચ્છા છે. તેથી તમે મને રજા આપ, અને મારા તરફના મેહને દૂર કરે. તમારાથી વિયુક્ત થયેલે હું ભાવકુટુંબને આશ્રયલઈ વિશેષ સુખી થઈશ.”
લલિતનાં આવાં વચન સાંભળી તેના માતાપિતાને શેક ઉત્પજ થઈ આવે. તેઓએ જાણ્યું કે, “આ લલિત આપણા ઘરમાં નહિ રહે ” તેથી તેઓ વિશેષ શેકાતુર થઈ ગયાં. અને લલિતને પ્રાર્થના કરવા લાગ્યાં“વત્સ, અમારા કુટુંબને તું આધાર છે. તારાથીજ અમે જીવન મેળવીએ છીએ. અમારે સમય તારા સહવાસથીજ પ્ર સાર થાય છે. જ્યારે તું આમ ઉદાસી થઈ અમારે ત્યાગ કર, તે ૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com