________________
રરર
જૈન શશિકાન્ત. તભા ન આવ્યા હોત, તે તમને મેહદશા નઠારી સ્થિતિમાં લાવી મૂ. કત, અને મારી દશા વિપરીત થાત. દેવગે સર્વ વાત સારી બની છે. આ મહાત્માના આગમનથી તમારે અને મારો ઉદ્ધાર થયો છે. હવે તમે મને રજા આપે, તે હું આ મહાત્માની સાથે ચાલ્યો જાઉં. ભાવગૃહ અને ભાવકુટુંબને આશ્રય કરવાની મારી ઈચ્છા છે. આ દ્રવ્યગૃહ અને દ્રવ્યકુટુંબમાં રહેવાની મારી ઈચ્છા નથી. ભાવગૃહ અને ને ભાવકુટુંબ વિના મારા આત્માને ઉદ્ધાર થવાને નથી.”
આટલું કહી તે બાળકે મહાત્માને કહ્યું, “ભગવન, તમે પરેપકારી આત્મા છે, તમારી મનોવૃત્તિ સદા દુખી જીવને ઉદ્ધાર કરવાને આતુર છે. તમારી પ્રવૃત્તિ પરમાર્થને માટે જ છે. આ દ્રવ્યJડ અને દ્રવ્યકુટુંબમાંથી ઉદ્ધાર કરે. તમારે પવિત્ર ઉપદેશ સાંભળી મને જાતિસ્મરણ થયું છે, અને તેના પ્રભાવથી હું આવી સ્પષ્ટ વાણી બલવાને સમર્થ થયો છું. મને આ સંસારના પાશમાંથી અને મારા દ્રવ્યગૃહ તથા દ્રવ્યકુટુંબમાંથી છોડાવે. તમારા જેવા ઉપકારી આત્મા મારી ઈચ્છા પૂર્ણ કર્યા વિના રહેશે નહીં, એવી મને ખાત્રી છે.” લલિતનાં આવાં વચન સાંભળી મહાત્માએ કહ્યું, “વત્સ, તારી પવિત્ર - નવૃત્તિ જોઈ હું પ્રસન્ન થયે છું, તારા આત્માને ઉદ્ધાર નજીક છે. ધાર્મિક અને તાત્વિક પ્રબોધે તારા હૃદયમાં સારે પ્રકાશ પાડે છે. તું અ૫ સમયમાં આત્મિક ઉન્નતિને સંપાદન કરીશ.”
મહાત્માએ આવાં વચન કહ્યાં, તે સાંભળી લલિત વધારે પ્રસન્ન થયે. તેણે પ્રસન્નતાથી જણાવ્યું, “ભગવદ્ , જો આપની આજ્ઞા છેય, તે હું મારા દ્રવ્ય માતાપિતાને પ્રતિબોધ આપું.” મહાત્માએ મંદ મંદ હાસ્ય કરીને કહ્યું, “વત્સ, તારા માતાપિતાને પ્રતિબોધ આપ. તારી મધુર વાણી સાંભળી મને અતિશય આનંદ થાય છે. મહાત્માની આજ્ઞા થવાથી તે બાળક પિતાના માતાપિતાને ઉદ્દેશી નીચે પ્રમાણે
–
પવિત્ર માતા પિતા, આ અસાર સંસારમાં માતા, પિતા, સ્ત્રી, પુત્ર અને બીજા કુટુંબીઓ સર્વ સ્વાર્થનાં સંબંધી છે. સ્વાર્થને લઈને તેઓ રાગ દ્વેષ ધારણ કરે છે. પરલોકમાં કેઈપણ સહાયકારી થતું નથી. તેથી આ સંસાર સર્વ રીતે ત્યાગ કરવાને ગ્ય છે. સંસારને ત્યાગ કરી ભાવકુટુંબને આશ્રય કરનાર આત્મા ઉત્તમ ગતિને પામે છે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com