________________
ત્યાગ.
૨૨૫
શેાધ કરવા લાગ્યાં, પણ કાઇ ઠેકાણે તે મહાત્માનાં દર્શન થયાં નહિં. ગુરૂ કહે છે, હે વિનીત શિષ્યા, પછી તે સુભાનુ અને સુમતિ અને ઢંપતી પોતાના પુત્ર લલિતને લાડ લડાવતાં ગૃહાવાસમાં રહ્યાં હતાં. કેટલેક કાળ થયા પછી તે અને દંપતી મૃત્યુ પામી ગયાં, અને લલિત તેના ગૃહના સ્વામી થયા હતા. લલિત પેાતાના માપિતાના આગ્રહથી વિવાહિત થયા હતા, પણ તેના હૃદયમાં વિષય ઉપર અપ્રીતિ હાવાથી તે વિષયાસક્ત થયા ન હતા. ગૃહથાવાસમાં રહેતાં પણ તે ત્યાગ વૃત્તિથી રહેતા હતા. છેવટે ભાગ્યકમ ભોગવી પેાતાની સ્ત્રીને પ્રતિબેાધી તે ચારિત્રના ભાજન અન્યા હતા. ચારિત્ર ગ્રહણ કર્યાં પેઢુંલાં પશુ તે ત્યાગીજ કહેવાતા હતા. કારણ કે, ત્યાગનું યથાર્થ સ્વરૂપ તે રામજતા હતા. છેવટે ત્યાગી લલિત ચારિત્ર ધર્મને પાળી ગુણસ્થાનના આરેણુના ક્રમથી મેાક્ષગામી થયા હતા.
હે શિષ્ય, આ દૃષ્ટાંત ઉપરથી તમારા સમજવામાં આવ્યું હશે કે, ત્યાગના અર્થ ‘ગૃહ છેાડી કાષાય વસ્ત્ર પેહેરી સ્વચ્છઢ પણે વર્તેવું, એવા થતા નથી. પણ લલિતે પેાતાના માષિતાની આગળ જે જે યેાગ સ’ન્યાસ શિષે કહ્યું હતું, તે ત્યાગના ખરા અર્થ છે. લલિતની જેમ ગૃહાવાસમાં રહી મન, વચન તથા કાયાના ચેાગની શુદ્ધિ રાખે, અને વિષય તરફ અનાસક્તિ રાખે, એ ખરેખરા ત્યાગી કહેવાય છે, અને એવા ત્યાગથી આત્મા ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે.
ગુરૂના મુખથી આ વ્યાખ્યાન સાંભળી યતિ અને ગૃહસ્થ મને શિષ્યા ઘણા આનંદ પામ્યા હતા, અને તેમણે ગુરૂના માટે આભાર માન્યા હતા.
Sh. K.-૨૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com