________________
૨૧૮
જૈન શશિકાન્ત.
મારા જેવા મજુરોને અમારા કુટુ બની અને અમારા સુખની ખબર પડે નહીં. મારા ભાવકુટુ'બનુ સ્વરૂપ તમારા જાણવામાં આવે તેમ નથી, તમે માનેા કે ન માનેા, પણ હું જે વાત કહું છું, તે યથાર્થ છે. પછી તેઓએ આગ્રહુથી મને પૂછ્યું, એટલે મે' તેમની આગળ ભાવ કુટુંબની અને મારા વનના સુખની સ વાર્તા કહી સંભળાવી, જે સાંભળી તેઓ સાનંદાશ્ચર્ય થઇ ગયા, અને મારા ચરણમાં નમી ૫ડયા, મેં તેમને પૂછ્યું, ‘તમે કાણુ છે ?’ ત્યારે તેઓએ તેમના સ વૃત્તાંત મારી આગળ કહી સભળાવ્યે. તે વૃત્તાંત સાંભળી મારા મુખ ઉપર ગ્લાનિ આવી ગઈ, અને હું શાકાતુર થઇ ગયા. મારી આવી સ્થિતિ જોઇ તે વૃદ્ધે મને આગ્રહથી ગ્લાનિ થવાનુ કારણ પૂછ્યું, એટલે મેં તેમને કહ્યું, “પિતાજી, હું તમારા પુત્ર ઉપેક્ષક છું. તમારા કુટુંબમાંથી મુકત થઇ હુંઆ વનમાં આવીને રહેલા છું. તમારી આવી સ્થિતિ જોઇ મને શાક થાય છે, અને તેથીજ મારા મુખઉપર ગ્લાનિ પ્રસરી ગઇ છે. ” આ શબ્દો સાંમળતાંજ તે વૃદ્ધ અને તેના ત્રણ પુત્રે આશ્ચર્ય પામી ગયા. વૃદ્ધ સાભ્રુવચન થઈ બેયેા-“અરે શું તું ઉપેક્ષક ! આ નિર્જન વનમાં તુ કયાંથી આવી ચડયે ?” આ પ્રમાણે કહીતે મને ભેટી પડયા, અને એલ્ગા—“હે પવિત્ર પુત્ર, તું ગયા, તે પછી વેપ!૨માં કરેલા દગાને લઇને રાજાએ આપણી મીલકત જપ્ત કરી અને અમને આ સ્થિતિએ પેાહાંચાડયા. મને તે વખતે પશ્ચાતાપ સાથે તારૂં સ્મરણ થયું હતું. આ તારા ભાઇઓએ જો તારા જેવી પ્રમાણિકતા રાખી હાત, તે હું આ સ્થિતિએ ન આવત. અમારી ઉપર કર્મકાપ અતિશય થયા છે, અને તેનાં ફળ અમને આ લેાકમાંજ મળ્યાં છે. ” આટલું કહી તે મારા પિતા અતિશય રૂદન કરવા લાગ્યા. તેની સાથે મારા ભાઇએ પણુ અશ્રુપાત કરવા લાગ્યા. પછી મે’ તેમને પરમાર્થ સાધવાની ભલામણ કરી, જેથી તેએ શાંત થઈ ગયા. પછી તેમણે મને સાથે લેવાના આગ્રહ કર્યાં, પણ હું તેમની સાથે ગયા નહીં, અને તેમની આગળ મેં મારા ભાવકુટુંબનુ વર્ણન કરી ખતાવ્યું, જે સાંભળી તેનાં હૃદય આન ંદિત થયાં હતાં. છેવટે હું તેમની રજા લઇ તે વનમાં ચાલ્યા ગયા, અને ત્યાંથી ફરતે ક્રૂરતા આ તરફ આવ્યે છું. અહીં આવતાં કેાઇ માણસે માર્ગમાં ખખર આપ્યા કે, મારા પિતા અને મારા ત્રણ ભાઇએ કેાઇ જૈનમુનિ
,,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com