________________
૧૮૨
જૈન શશિકાન્ત. જીવ દુઃખમાં ઉદ્વેગ પામત નથી, સુખમાં પૃડા રાખતું નથી અને તેનામાં રાગ, ભય તથા ક્રોધ હેતા નથી. તે કાચબાની પેઠે અંગને સંકેચી ઇદ્રિના વિષયથી બુદ્ધિ પાછી વાળે છે. એ ધ્યાતા પુરૂષ
જ્યારે પિતાના ધ્યાનથી વિરામ પામે, તે પણ તે અનિત્ય વગેરે ભાવનાને છોડતું નથી, પણ વિશ્વમ રહિત થઈ અનિત્ય ભાવનાજભાવ્યા કરે છે. એવી ભાવના રાખવી એ ધ્યાનના પ્રાણ કહેવાય છે, અને એવી ભાવના રાખનારે ધ્યાતા પુણ્યાનુબંધી પુણ્ય પ્રાપ્ત કરે છે. સમતા, નિષ્કપટતા અને જીવન્મુક્તિતા-એ ત્રણ પ્રકારની સ્થિતિ રાખનારે ધ્યાતા શુકલ ધ્યાનને અધિકારી થઈ શકે છે. આત્મા છદ્મસ્થપણામાં રહ્યું હોય, પણ રાગ દ્વેષને જય કરી જે ધ્યાન ધરે છે, તે શુકલ ધ્યાનનું સ્વરૂપ છે.
એ શુકલ ધ્યાનના ચાર પાયા છે. તેમાં સવિતર્ક નામે પહેલે પાયે છે. જે ધ્યાન કરતાં વિવિધ નયન અને અર્થ, અક્ષર તથા - ગવિષેના વિચાર આવ્યા કરે છે, એ ધ્યાનમાં દ્રવ્ય, ગુણ તથા પર્યાયની ગતિ છે. એ શુલ ધ્યાનના પહેલા સવિતર્ક પાયાને થોડા ચંચળ તરંગવાળી સમુદ્રની ઉપમા આપી છે. જેમાં સમુદ્રના તરગે છેડા ચંચળ હોય અને જેવી સમુદ્રની સ્થિતિ દેખાય છે, તેવી સ્થિતિ તે સવિતર્ક ધ્યાનને ધ્યાનારા ધ્યાતા પુરૂષની દેખાય છે. શુકલ ધ્યાનનો બીજો પાછે એક વિતર્કવિચાર એવા નામને છે. તે પાયે એક પર્યાયરૂ૫ છે. તેને પવન વગરના દીવાની ઉપમા આપેલી છે. પવન વગરના દીવાની જેવી સ્થિતિ હય, તેવી તે ધ્યાનના ધ્યાતાની સ્થિતિ દેખાય છે.
શુકલ ધ્યાનના ત્રીજા પાયાનું નામ સુમક્રિયાનિવૃત્ત છે. તે કેવળજ્ઞાનીને જ હોય છે. તે ધ્યાનની સ્થિતિમાં બાદર ક યોગને અઘે રૂંધવામાં આવે છે અને મન તથા વચનને સર્વરીતે રૂંધવામાં આવે છે.
શુકલધ્યાનને ચોથે પાયે સમુછિન્નક્કિગ નામે છે. એ ધ્યાન સર્વોત્કૃષ્ટ છે. તેની અંદર બધી કિયાને ઉછેદ થઈ જાય છે, એટલે તે ધ્યાતા પુરૂષ પર્વતની જેમ નિષ્કપ રહે છે તે વખતે તે સર્વ વિશ્વની સ્થિતિ જાણનાર તે ધ્યાતા શશીકરણ કરે છે. આ પરમ ઉ. ત્કૃષ્ટ અને મહાધ્યાન કહેવાય છે. જે પ્રાણુ શુકલધ્યાનના પહેલા બે પાયામાં રહી કાળ કરે, તે તે સ્વર્ગે જાય છે, અને બાકીના બે (ત્રીજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com