________________
૧૯૭
જૈન શશિકાન્ત. થયે અને મહાત્માની નિર્મોહ અને વીતરાગ મનવૃત્તિથી તે પ્રશંસા કરવા લાગે. - પછી રાજા તે માત્માને તે ચિત્રની પાસે રહેલાં બીજાં ચિત્રે જેવા લઈ ગયેા. મૃગાર અને વિકારથી ભરપૂર એવાં બીજા ચિત્રમહાત્માની મને વૃતિને રૂચિકર લાગ્યાં નહીં. બીજા ચિત્ર જોતાં જોતાં મહાત્મા આગળ ચાલ્યા, ત્યાં એક સુંદર ચિત્ર જોવામાં આવ્યું. તે ચિત્રમાં એક હાથી અને ઘોડાની વચ્ચે બેઠેલા અને હર્ષિત વદને રહેલા કેઈ મુનિ ચિત્રેલા હતા. આ દેખાવ જોઈ તે મહાત્માની દૃષ્ટિ તેના તરફ આકર્ષાણુ. તેઓ ધ્યાન આપી તે સુંદર ચિત્રનું નિરીક્ષણ કરવા લાગ્યા. મહાત્માને તે ચિત્રમાં સંલગ્ન થયેલા જોઈ રાજા ખુશી થયે, તેણે પિતાના હૃદયમાં વિચાર્યું કે, “આ ચિત્રમાં પણ કઈક બેધક આશય હશે. તે શિવાય આ મડાત્માની દષ્ટિ તેમાં આસક્ત થાય નહી.” આવું વિચારી તેણે મહાત્માને વિજ્યથી પૂછયું, કૃપાનિધાન, આ દેખાવ શું સૂચવે છે? તે સમજા. રાજાના પૂછવાથી મહાત્માએ સાનંદવદને જણાવ્યું, રાજા, આ દેખાવ પણ શ્રીયશવિજયજી મ. હારાજની વાણી ઉપરથી ઉદૂભલે લાગે છે. જે આ મુનિની પાસે હાથી અને ઘોડા ચિત્રેલા છે–તે મુનિરૂપી રાજાને જ્ઞાનરૂપ હાથી અને ધ્યાનરૂપ ઘેડે સમજવે. જે આ મુનિની આસપાસ સંપત્તિ દેખાય છે, તે શમરૂપ સંપત્તિ સમજવી. અર્થાત્ શમરૂપી સામ્રાજ્યની સંપત્તિવાળા મુનિરૂપ રાજાની પાસે જ્ઞાનરૂપી હાથી ગર્જના કરી રહેલ છે અને ધ્યાનરૂપી અધુ વિલસી રહેલ છે. તેવાજ ભાવાર્થને કલેક શ. માષ્ટકમાં નીચે પ્રમાણે છે--
"गर्नझानगनोतुंगा रंगद्ध्यानतुरंगमाः ।
નયત્તિ મુનિના રામસાગ્રાચસંઘા” | - “જેમાં જ્ઞાનરૂપી ગજેદ્ર ગઈ રહેલ છે અને ધ્યાનરૂપી અશ્વ વિલાસ કરી રહેલ છે, એવી મુનિરૂપ રાજાની શમરૂપ સામ્રાજ્યની સંપત્તિઓ જય પામે છે.”
મુનિના મુખથી આ લેક સાંભળી રાજા પ્રતિબંધ પામે, અને તેણે નિશ્ચય કર્યો કે, “મારે પણ એ શમરૂપ સામ્રાજ્યની સંપત્તિ ગ્રહણ કરવી. આ લૈકિક રાજ્યની સંપત્તિ કરતાં તે સર્વોત્કૃષ્ટ છે. આવું ચિંતવી તેણે તે મહાત્માની પાસે દીક્ષા ગ્રહણ કરી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com