________________
૧૯૬
જૈન શશિકાન્ત. બાધપણે ધર્મ તથા વ્યવહારને સેવે” આવી ઉત્તમ ઈચ્છા તે જ્ઞાનીને હૃદયમાં સદા કુરણયમાન થતી હતી. આવા ઉત્તમ મહાત્મા પિતાના નગરમાં આવ્યા છે, એવું જાણી તે ગૃહસ્થ તેમને વંદન કરવાને ગયા. તેણે વિનયપૂર્વક વિધિથી મહાત્માને વંદના કરી. બીજા પણ ધમી ભક્તજને તે મહાત્માને વંદના કરવા આવ્યા. સર્વ ભક્તસમાજ તે મહાત્માની આસપાસ પરિવૃત થઈને બેઠે. મહાત્માએ પિ. તાની પાસે પરિવૃત થઈને બેઠેલા સર્વ ભક્તસમાજને પૂછ્યું, “તમે બધા સુખી છે?” તેઓમાંથી એક વૃદ્ધ પુરૂષે પેલા સુખી ગૃહસ્થના સામો હાથે કરીને કહ્યું, “મહારાજ, અમારા ગામમાં આ ગૃહસ્થ સર્વ રીતે સુખી છે. તેને જે બીજે કઈ ગૃહસ્થ સુખી નથી.” તેનાં આ વચને સાંભળી તે મહાત્માએ તે ગૃહસ્થના સામે જોયું, અને તેને પૂછયું, “ભદ્ર, કેમ તે સર્વ રીતે સુખી છે?” તે ગૃહસ્થ કહ્યું, “ભગવન, અત્યારે તે સર્વ રીતે સુખી છું. પછી આગળ શું થશે? તે કાંઈ કહી શકાતું નથી.” તે ગૃહસ્થનાં આ વચન સાંભળી તે મહાત્મા બોલ્યા
તું એમ માને છે કે, “હું સુખી છું” પણ નિશ્ચયથી એમ માનીશનહિ, કારણકે, જેને લોકો સુખ કહે છે, તે પરિણામે દુપરૂપ થાય છે.”પિતાને સુખી માનનારા તે ગૃહસ્થ આશ્ચર્યથી પૂછ્યું, “મહાનુભાવ, જે સુખ હેય, તે પરિણામે ખરૂપ શી રીતે થાય? તે મને સમજાવે, તેમજ હું જે સુખી છું, તે હવે શી રીતે દુઃખી થાઉં? કારણકે, મારી પાસે જે સુખનાં સાધન છે, તે મારી સ્વતંત્રતામાં છે. જ્યાં સુધી સ્વતંત્ર છું, ત્યાં સુધી મારાં સાધને પણ સ્વતંત્ર રહેવાનાં. એટલે હું સર્વદા સુખી જ રહેવાને. કદિ પણ દુઃખી થવાને નહીં.” તે ગૃહસ્થનાં આ વચન સાંભળી તે મહાત્મા મંદમંદ હસ્યા, અને મધુર વાણીથી બેલ્યા–“ભદ્ર, કઈ પણ પ્રાણી અધ્યાત્મ જ્ઞાનના બળ વિના સ્વતંત્ર થઈ શકતું નથી. કારણકે, અધ્યાત્મ શાસ્ત્રનું બળ મનોબળને આપનારું છે. જ્યારે પ્રાણીમાં તીવ્ર મનોબળ પ્રાપ્ત થાય છે, ત્યારે તે પર્ણ રીતે સ્વતંત્રતા મેળવી શકે છે. તે સિવાય કદિ પણ સ્વતંત્રતા મળતી નથી. જેનામાં મને બળ નથી, તે માણસ મનને તાબે થઈ જાય છે, અને મન વશ ન રહ્યું, એટલે તે પ્રાણીને પરતંત્ર બનાવી દુઃખી કરી નાખે છે. કારણકે, પરતંત્ર થયેલું મન ઇંદ્રિયોને તાબે થાય છે, અને પછી ઉશૃંખલ થયેલું મન પ્રાણને અનેક પ્રકારનાં દુઃખમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com