________________
૧૯રે
જૈન શશિકાન્ત. ઘણે ગંભીર છે. પ્રથમ તે તત્ત્વ દષ્ટિથી જે કહીએ, તે તે મનમાંથી ઉત્પન્ન થાય છે, એ વાત સત્ય ઠરે છે. કારણકે, ઇંદ્રિયોના વિષયનું મને નમાં સ્મરણ થવાથી કામવિકાર ઉત્પન્ન થાય છે તથાપિ તેને સુગમતાથી સમજવા માટે એક કવિનું દષ્ટાંત છે, તે તું એક ચિત્તે સાંભળ.
કેઇ એક રાજા સાહિત્ય વિદ્યાને શેખી હતે. તે હમેશાં કવિએની સભા ભર્તી અને તેમાં નવી નવી કવિતાઓ સાંભળતો. કઈ કઈ વાર તે વિદ્વાને અને કવિઓને વિચિત્ર પ્રશ્ન પૂછી તેના ઉત્તર આપવાને અતિશય આગ્રહ કરતો હતો. એક વખતે તે રાજા કઈ સાહિત્યનું પુસ્તક વાંચતું હતું, તે વખતે કેટલાએક કામદેવનાં નામ તેના વાંચવામાં આવ્યા. આ ઉપરથી તેને વિચાર થયેલ કે, “આ જગતુને અકૃત્ય કરાવનાર, ભારે શિક્ષાને અપાવનાર અને નેત્ર છતાં અંધ બનાવનાર એ કામદેવ કોણે પેદા કર્યો હશે? તેને પિતા કેણ હશે? જેણે કામદેવ જેવા કુપુત્રને ઉત્પન્ન કર્યો હશે, તેણે આ જગના જી. વને મેટી હાનિ કરેલી છે. સાહિત્યમાં કામદેવની ઉત્પત્તિ વિષે જુદા જુદા મત પડે છે. તે તેને સત્ય ઉત્પાદક કોણ હશે? તે જાણવું જોઈએ એ.” આવું વિચારી તે વિદ્વાન રાજાએ એક સભા ભરી પિતાના આ શ્રિત વિદ્વાનેને બોલાવ્યા. આશ્રિત વિદ્વાને અને કવિઓ રાજાની આજ્ઞાથી હાજર થયા. જ્યારે સભા પૂર્ણ રીતે ભરાઈ ગઈ એટલે રાજાએ સર્વ વિદ્વાનેની સમક્ષ પ્રશ્ન કર્યો કે, હે વિદ્વાને, આપણા સાહિત્ય શાસ્ત્રમાં કામદેવને મને, માન, મન, મા, પ્રદ્યુમનન, એવાં નામ આપે છે. વળી કોઈ સ્ત્રીથી ઉત્પન્ન થયેલ કહે છે. તો તેને ઉત્પન્ન કરનાર ખરે બાપ કેણુ? તેને ઉત્તર આપે. વિદ્વાનેએ વિચાર કરીને જુદી જુદી રીતે સિદ્ધ કરવા માંડ્યું, પણ કઈ વાત રાજાના મનમાં રૂચિ નહિ. પછી રાજાએ તેમને કહ્યું કે, “તમારામાંથી કેઈએ મને રૂચિકર આવે તે ઉત્તર એક માસની અંદર આપે. વિદ્વાને તે વાત કબૂલ કરી પિતાપિતાને સ્થાને ગયા, અને તેને વિ. ચાર કરવા લાગ્યા. એક માસ પૂરું થવા આવ્યું, તથાપિ કઈ તરફથી તેને સંતોષકારક ઉત્તર મળ્યો નહિ. એક ચતુર વિદ્વાનને ઘેર એક વિદુષી પુત્રી હતી. તેણે પિતાના વિદ્વાન્ પિતાને ચિંતાતુર જોઈ પૂછ્યું, પિતાજી, આપ ચિંતાતુર કેમ છે? ડી વાર તેણીના પિતાએ તે વાત કહી નહિ, પણ જ્યારે તે વિદુષી પુત્રીએ અતિઆગ્રહ કર્યો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com