________________
ધ્યાન.
૧૮૧
છે. તેમજ તે અન્યની અપેક્ષા વગરનું ઐશ્વર્ય છે. લેકિક ઐશ્વર્યમાં હાથી, ઘડા વગેરે બીજા પદાર્થોની અપેક્ષા રહેલી છે, તેમ જ્ઞાનરૂપી ઐશ્વર્યમાં તેવી અપેક્ષા રહેતી નથી. તે સ્વતંત્ર ઠકુરાઈ છે. તેની સમૃ. દ્વિ દિવ્ય અને અદ્ભુત છે. - ગુરૂનાં આ વચને સાંભળી તેમના યતિ અને ગ્રહી બને શિછે પ્રસન્ન થઈ ગયા, અને તેમણે તે ઉપકારી ગુરૂને મહાન ઉપકાર મા
ચતુસિંશ બિંદુ–સ્થાન,
“ ध्यायेच्चुक्लमथ हातिमृनुवानीवमुक्तिभिः ॥"
અર્થ_“સમતા, નિષ્કપટપણે અને જીવન્મુક્તપણે રહીશુક્લ ધ્યાન ધ્યાવું.”
S
-
દા
UBH ENIETIE
દિશિ --હે ગુરૂમહારાજ, આપે જ્ઞાન વિષે જે સમજાવ્યું,
અને તે વિષે જે સુબોધક દષ્ટાંત આપ્યું, તેથી અમારીપર મેટો ઉપકાર થયે છે. હવે કૃપા કરી ધ્યાન વિષે સમજાવો. ધ્યાન એ શું છે? અને ધ્યાન કરવાથી શે
લાભ થાય છે? એ દષ્ટાંત પૂર્વક વિવેચન કરી સમજાવે. ગુરૂ–હે વિનીત શિષ્ય, તમે ઘણેજ ઉત્તમ પ્રકારને પ્રશ્ન કર્યો છે. અધ્યાત્મ વિદ્યાનું રહસ્ય ધ્યાનમાં રહેલું છે. જો સુજ્ઞ મનુ
ધ્યાનનું યથાર્થ સ્વરૂપ સમજે, તે તે પિતાના જીવનને અધ્યાત્મ વિદ્યાનું પરમ ઉપાસક બનાવી પિતાના આત્માને ઉત્તમ એવા મક્ષ માર્ગનો પથિક કરી શકે છે. હે શિ, નિર્વિકાર બુદ્ધિ રાખી મન તથા ઇન્દ્રિયને જય કરવાથી શુભ ધ્યાન થઈ શકે છે. ધર્મ અને શુક્લ એ બે શુભ ધ્યાન કહેવાય છે. જે ધ્યાતા પુરૂષ શાંત અને દાંત હોય, તે ધર્મ તથા શુકલ ધ્યાનને અધિકારી થઈ શકે છે. તે ઉત્તમ ધ્યાતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com