________________
૧૮૪
જૈન શશિકાન્ત, રાજાને નીતિમાર્ગમાં લાવવાને શું ઉપાય કરે?” છેવટે તેમણે પ્રજાને અગ્રેસર એવા એક વિદ્વાન ગૃહસ્થને વિનંતિ કરીકે, “ તમારે સારી સમજૂતી આપી રાજાને સુધારે.” તે ગૃહસ્થ નિઃસ્પૃહ હતા, તેથી તેણે તે કામ પિતાને માથે લીધું અને તે રાજાની પાસે નિત્ય જ. વા લાગે. અનુક્રમે કેટલેક દિવસે તેનું શિક્ષણ રાજાના હૃદયમાં સ્થાપિત થયું.
તે રાજાના પાંચે હજુરી લેકે રાજાની પાસે જુદાજુદા દુરાચાર દર્શાવી તેમાં રાજાને પ્રેરતા હતા. પ્રતિબંધ પામેલા રાજાના હૃદયમાં પિતાના હજુરી લેકે દુરાચારી છે, એવું ભાન થવાથી તેણે અનુક્રમે
એક એક હજુરીને પિતાનાથી દૂર કરવા માંડ્યા, તથાપિ તેઓ કે ઈકઈ વાર લાગ જોઈને રાજાની પાસે દાખલ થઈ જતા હતા. પિલા પ્રજાના વિદ્વાન અગ્રેસરે દીર્ઘવિચાર કરી રાજાને એક તેજસ્વી ચક આપ્યું અને તે સાથે સૂચવ્યું કે, “જ્યારે કેઈપણ દુરાચારી આપની પાસે આવે અથવા કેઈ દુરાચારની વાત કરે, ત્યારે આપને આ ચકની તરફ જેવું, એટલે આપનું હૃદય સદાચારમાં દઢ થશે.” તે વિદ્વાનની તેવી સૂચનાથી રાજા તે પ્રમાણે વર્તવા લાગ્યું, એટલે પેલા દુરાચારી હજૂરી લો કે તેનાથી દૂર રહેવા લાગ્યા. છેવટે રાજાએ પિલા દિવ્ય ચકના પ્રભાવથી તે પગે હજૂરીલેકેને ત્યાગ કરી દીધે, તેથી રાજા તદ્દન સુધરી ગયે અને તેની પ્રજામાં સારી કીર્તિ પ્રસ
રવા લાગી.
હે વિનીત શિષ્ય, આ દષ્ટાંતને ઉપનય એ છે કે, જે રાજા છે, તે જીવ સમજે. તેની સાથે લાગુ પડેલા જે પાંચ હજૂરી લેકે તે હિંસા, મેહ, અવિવેક, અત્યાગ; અને ભીરૂપણું –એ પાંચ દુર્ગુણે સમજવા. રાજાને જે પ્રજાને નાયક પ્રજાની વિજ્ઞપ્તિથી સુધારવા આ બે, તે ધર્મગુરૂ સમજ. ધર્મગુરૂએ ઉપદેશ આપ્યાથી રાજારૂપી જીવ પ્રતિબંધ પામ્યું અને તેણે પેલા પાંચેહજુરીઆ ઉપરથી પ્રીતિ ઓછી કરી દીધી. છેવટે ગુરૂએ જે ચક આપ્યું હતું, તે શુલ ધ્યાન સમજવું. તે શુકલ ધ્યાનના પ્રભાવથી રાજારૂપી જીવે પિલા પાંચ દુગુણરૂપ હજુરીઓને ત્યાગ કરી દીધો હતો.
હે શિષ્ય, આ ઉપરથી સમજવાનું છે કે, જે આત્માને શુકલ ધ્યાન થયું હોય, તેનામાં અહિંસા, અહ, વિવેક, ત્યાગ, નિર્ભયતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com