________________
જ્ઞાની હંસ.
૧૭૭ અર્થ—અનિશ્ચિત એવા વાદ અને પ્રતિવાદને કરનારા વાદી પુરૂષે તેલીના બળદની જેમ તત્વને પાર પામતા નથી.”
એવા વાદ કરવાને માટે જે જ્ઞાન છે, તે સત્યજ્ઞાન કહેવાતું નથી, અને તેવા જ્ઞાનીઓ વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણતા પણ નથી.
હે શિષ્ય, તેવા ઉત્તમ જ્ઞાનને ધારણ કરનારા એક જ્ઞાનરૂપ હંસનું વૃત્તાંત સાંભળવા જેવું છે, તે સાંભળ.
કઈ એક મુમુક્ષુ પુરૂષ ઉત્તમ ગુરૂની શોધ કરવાને ફરવા નીકળે. તેણે ઘણા પ્રદેશ જોયા, પણ કોઈ ઠેકાણે ઉત્તમ ગુરૂનો મેળાપ થયે નહિ. ઉત્તમ ગુરૂના દર્શનની ઈચ્છા રાખતે અને પિતાના આ ભાનું શુભ ઈચ્છતે તે મુમુક્ષુ પુરૂષ કે મનહર ઉદ્યાનમાં આવી ચડે. ત્યાં આસપાસ ફરતા એક મહાત્મા પુરૂષ સરોવરના કાંઠા ઉપર રહેલા તેના જેવામાં આવ્યા. તે મહાત્માને જેઈપલા મુમુક્ષુ પુરૂષે પૂછ્યું, મહાનુભાવ, આપ કેણ છે? અને મને કોઈ ગુરૂ બતાવે. તે મહાત્માએ કહ્યું, ભદ્ર, જો, આ સરોવરના તીર ઉપર જે હંસ છે, તેને ગુરૂ કર. એ હંસ ખરેખર ગુરૂ છે અને તેનાથી તેને બોધ થશે. મુમુક્ષુ પુરૂષ આ સાંભળી હદયમાં આશ્ચર્ય પામી ગયે, અને વિચારમાં પડશે કે, શું આ પક્ષી ગુરૂ હોઈ શકે ? તેને વિચાર કરને જોઈ તે મહાત્માએ કહ્યું, ભદ્ર, શે વિચાર કરે છે ? એ પક્ષી ખરેખર તારે ગુરૂ થશે.
મુમુક્ષુ પુરૂષે કહ્યું, મહાનુભાવ, કૃપા કરી મને તે વિષે સમજાછે. મહાત્માએ કહ્યું, હે ભદ્ર, આ હંસ પક્ષી આ માનસ સરોવરમાં રહેનારે છે, અને તે હમેશાં તે પવિત્ર સરોવરમાં મગ્ન થઈ પરમાનંદ પ્રાપ્ત કરે છે. તેવી રીતે તું જે જ્ઞાનને પ્રાપ્ત કરીશ, તે તું પણ આ હંસની જેમ જ્ઞાની થઈ જ્ઞાનને વિષે નિમગ્ન થઈશ.
મહાત્માનાં આ વચન સાંભળી તે મુમુક્ષુ પુરૂષ આનંદમય બની ગયે. તેને આનંદમય બને જોઈ તે મહાત્માએ પ્રશ્ન કર્યો, ભદ્ર, તે કોઈવાર ડુકકર પ્રાણું જોયું છે ? અને તે પ્રાણું ક્યાં રહે છે, તે તારા જાણકામાં છે ? મુમુક્ષુએ ઉત્તર આપ્યા, મહાનુભાવ, મેં ડુકકર પ્રાણી જોયેલું છે, અને તે વિષ્ટાની ખાડમાં રહે છે, એ પણ મારા જાણવામાં છે. તે સાંભળી મહાત્માએ કહ્યું, ભદ્ર, સાંભળ, હવે તને ખરેખરે બેધ થઈ શકશે. તેને માટે મહાત્મા સૂરિવરયશોવિજયજી SH. K, ૨૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com