________________
પૂર્ણતા.
૧૧૭ સુધી તેની સાથે અધ્યાત્મ જ્ઞાનની ચર્ચા કરી.
આ વખતે એક બે સેવકે એ આવી જ્ઞાની મુનિને જણાવ્યું કે, “મહારાજ, ગેચરીને વખત થઈ ગયા છે, માટે હેરવા પધારે. અમે આપની સાથે આવી મેટા ધનાઢય શ્રાવકેનાં ઘર બતાવીએ, જેમાં આપને ઉત્તમ પ્રકારનાં આહારપાણી મળશે.”તે સેવકોનાં આ વચન સાંભળી નિઃપૃહ અને શુદ્ધ આચારને જાણનારા તે મુનિએ કહ્યું, “ભાઈઓ, આજે પર્વને દિવસ છે, તેથી મારે આહારપાણને ત્યાગ છે” મુનિનાં આ વચન સાંભળી તે સેવકે એ પેલા ગરીબ જયચંદ્રને કહ્યું,–“જયચંદ્ર, અહિંથી ચાલ્યો જા, મહારાજને જરા વિશ્રાંતિ લેવા દે. તેમની સાથે મફતને માથાકુટ શા માટે કરે છે?શેઠીઆએ અમને હુકમ કર્યો છે કે “કંઈ પણ નકામા માણસને મહારાજની પાસે આવવા દે નહિ” તારા જેવા ગરીબ શ્રાવકથી મહારાજની સેવા ભક્તિ શું બને તેમ છે? માટે હવે તું સત્વર ચાલ્યા જા નહિ તે અમારે તને ધક્કો મારી કાઢ પડશે. ” તે સેવકેનાં આવાં વચન સાંભળી જ્ઞાનીએ કહ્યું, “ભાઈઓ આવા અનુચિત વચન બોલે નહિ. તમારા શેઠીઆના કરતાં આ ગરીબ શ્રાવક મને વધારે પ્રિય છે. અમારે કાંઈ ધનાઢય શ્રાવકની જરૂર નથી. ધનાઢ્ય કે ગરીબ-બંને અમારે સમાન છે. તમે અજ્ઞાનતાથી આ ગરીબ શ્રાવક પ્રત્યે આવાં અઘટિત વચને બેલે છે, તે યોગ્ય ન કહેવાય. આ ગરીબ શ્રાવકની અંદર જે ધર્મ, જે જ્ઞાન અને જે આચાર છે, તે તમારા ધનાઢય શેઠીઆઓની અંદર નહિ હોય. કારણકે પ્રાયે કરીને ધનાઢય લોકમાં મદ, અહંકાર અને પ્રમાદ હોય છે. ભાઈઓ, તમે મારી પાસે શામાટે રહ્યા છે. તમારા શેઠીઆની પાસે ચાલ્યા જાઓ, અમારે મુનિને કાંઈ નકરોની જરૂર હોતી નથી. દાસદાસીને વૈભવ ઝડને ઘટે છે. ચારિત્રના દિવ્ય ભવની આગળ દાસ, દાસી, ધન, ઘર અને બીજા સાંસારિક વૈભવે કશી બીશાતમાં નથી. અધ્યા- જ્ઞાનની સમૃદ્ધિ સ્વર્ગની સમૃદ્ધિથી પણ અધિક છે. આ ગરીબ શ્રાવક જે સુખી છે, અને તેના હૃદયમાં જ્ઞાનના દિવ્ય આનંદને જે અનુભવ થાય છે, તેવું સુખ અને તે આનંદ તમારા ધનાઢ્ય શ્રાવકોના હૃદયમાં કે ઘરમાં નથી. અનુપમ ભાવઆનંદની આગળ દ્રવ્યને પુગળક આનંદ શા હીસાબમાં છે?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com