________________
૧૭૨
જૈન શશિકાન્ત. લસિંહ –મંત્રિવર્ય, આજે મારા સાંભળવામાં આવ્યું છે કે, આસપાસના કેટલાએક ઈર્ષાળ રાજાઓ એક સંપ થઈ મારી ઉપર ચડી આવવાના છે. તેઓનું એકત્ર બળ વિશેષ થવાઢી આપણે સવર પરાભવ થઈ જશે, અને આપણું નગરની અને પ્રજાની પાયમાલી થઈ જશે. આવી ચિંતાથી મારા હૃદયમાં વિશેષ ક્ષેભ થાય છે. રાજાનાં આવાં વચનો સાંભળી મંત્રી વિચાર કરી બે –મહારાજા, તે દુષ્ટ રાજાઓ ઘણા દિવસથી આપણું નીતિરાજ્ય ઉપર ઈર્ષ્યા રાખે છે. આપના નીતિધર્મની સારી પ્રશંસા સાંભળી તેઓના હદય દશ્ય થઈ જાય છે. તેમણે આપણી પ્રજાની રાજ્યભક્તિને નાશ કરવા અનેક પ્રકારના ઉપાયે રચેલા હતા, પણ આપ ન્યાયમૂર્તિ મહારાજાની રાજ્યભક્ત પ્રજામાં કઈ જાતનો વિકાર થઈ શક્યો નહિ, અને તેથી તેઓ તે કાવત્રામાં તદ્દન નિષ્ફળ થઈ ગયા હતા. હવે જ્યારે બીજી કેઈપણ યુક્તિથી તેઓ આપણને હાનિ કરવામાં ફા વ્યા નહિ, એટલે તેઓએ યુદ્ધ કરવાનો વિચાર કર્યો હશે. મહારાજા, તે વિષે જરા પણ ચિંતા કરશો નહિ. તેમને પરાભવ કરવાની યુક્તિ એ જાણનારા અને શાર્યથી સુશોભિત એવા બહાદુર પુરૂષો આપણા રાજ્યમાં રહેલા છે. જે આપ તેમને સન્માન આપી એ કામમાં નિ. યુક્ત કરશે, તે એ ઈર્ષાળુ રાજાએ આપણે પરાભવ કરી શકશે નહિ.
પિતાના મુખ્ય મંત્રીનાં આ વચન સાંભળી મહારાજા વિમલસિંહ હૃદયમાં આશ્વાસન પામે, અને તેના ચિંતાતુર હૃદયને શાંતિ . મળી. તેણે ઉમંગથી ઉત્સાહ લાવી પૂછયું, “મંત્રિવર્ય, તે બાહોશ પુરૂષે કેટલા છે? અને કયાં છે ? તેમને બેલા.” મંત્રીશ્વરે કહ્યું, રાજેદ્ર, તે બહેશ પુરૂષે આઠ છે, અને તેઓને હમણુજ બેલાવું છું. આટલું કહી મંત્રિવરે તત્કાળ તે આઠ વીર પુરૂને રાજાની પાસે બોલાવ્યા. તેઓ તત્કાળ રાજાની સાનિધ્ય આવી ઉભા રહ્યા. રાજાએ તેમને હદયથી માન આપી પોતાની પાસે બેસાર્યા. પછી રાજા વિમલસિંહે તેમને નમ્રતાથી પૂછયું, ભદ્ર, મારા રાજ્ય ઉપર શત્રુઓ એક થઈ મેટી સેના લઈ ચડી આવે છે, તે તેમાંથી તમે શી રીતે મારે બચાવ કરશે? અને તે વિષે તમારામાં કેવી કેવી શક્તિ છે? તે જણાવે.
તેઓમાંથી એક વીર બે-રાજે, મારામાં એવી શક્તિ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com