________________
દુર્ગુણ દૂર કરવાના ઉપાય.
૧૯૧
રવાના ઉપાય આપણા જૈનશાસ્ત્રમાં સારી રીતે દર્શાવ્યેા છે. પ્રથમ તા તેને માટે સત્સ`ગ રાખવાને મુખ્ય ઉપાય કહેલા છે, તથાપિ સત્સંગ કરવા, એ દ્રવ્ય ઉપાય છે, ભાવ ઉપાય નથી. જો કે તે દ્રવ્ય ઉપાય છતાં ભાવ ઉપાયના જેવું કાય કરે છે, તથાપિ તેને અ’તર’ગ ઉપાયના જેવા મળવાનુ કહ્યા નથી. જ્યારે સત્સંગની સાથે હૃદયના સંગ થાય તે તે ઘણી સારી અસર કરે છે. એ હૃદયસંગ તેજ ખરા સંગ છે. સારા સંગ કરવાથી સારી અસર થાય છે, પણ તેની છાપ હૃદય ઉપર પાડવાને માટે જૈન શાસ્ત્રમાં આઠ ગુણેા દર્શાવ્યા છે. તે આઠ ગુણા જેનામાં સજ્જડપણે સ્થાપિત થયા હોય, તે માણુસમાં કદિપણુ દુતે ણુના પ્રવેશ થતા નથી. તે માત્ર આઠ ગુણા સહુસ્ર દુર્ગુણાને દૂર કરવાને સમર્થ થઇ શકે છે.
શિષ્ય—મહારાજ, એ આઠ ગુણ્ણા કયા ? તે મને કૃપા કરી
જણાવે.
ગુરૂ—હે શિષ્ય, એ આઠ ગુણ્ણા ઉપર એક સુખાધક દ્રષ્ટાંત છે, તે એક ચિત્તે સાંભળ.
વસંતપુરમાં વિમલસિંહ નામે રાજા હતા. તેનું રાજ્ય ઘણું વિશાળ અને સમૃદ્ધિમાન હતું. તેની માટી સમૃદ્ધિ અને રાજ્યની જાહેાજડાલી જોઇ આસપાસના રાજાએ તેની ઈર્ષ્યા કરતા હતા. તેની પ્રજામાં હંમેશાં અનેક જાતના કલહે ઉત્પન્ન કરાવાની કેશીશ કરતા અને રાજા અને પ્રજાની વચ્ચે એકતા ન રહે, તેવા ઉપાયે યુક્તિપૂર્વક યાજતા હતા. રાજા વિમલસિંહ ઘણા નીતિમાન્ અને પ્રશ્નપાલક હતા, તેથી તે રાજાએ કાઈપણ યુક્તિમાં તેની સાથે ફાવતા ન હતા. જયારે તે યુક્તિમાં તેઓ નિષ્ફળ થયા, એટલે તેમણે પરસ્પર સપ કરી તેઓએ વિમલસિંહની સાથે યુદ્ધ કરવાના નિશ્ચય કર્યાં તેમના યુદ્ધના નિશ્ચય સાંભળી રાજા વિમલસિંહુ વિચારમાં પડયા, અને તેને માટે શી યેાજના કરવી ? તે વિષે અનેક સકલ્પ-વિકલ્પ કરવા લાગ્યા, રાજા વિમલસિહ તે વિચારમાં મગ્ન હતા, તેવામાં તે
ના મુખ્ય મત્રી આવ્યેા. તે રાજાને પ્રણામ કરી ઉભે રહ્યા. રાજા પોતાના મ`ત્રીને અવસરે આવેલા જોઇ હૃદયમાં જરા આશ્વાસન પામ્યા. પેાતાના સ્વામીને આ પ્રમાણે ચિંતાતુર જોઇ ચતુર મંત્રીએ વિનયથી કહ્યું, “સ્વામી, આપ ચિંતાતુર કેમ દેખાએ છે ?” વિમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com