________________
પૂર્ણતા.
૧૧૦ આવ્યું. તે મહાનુભાવે વિચાર્યું કે, “આ અજ્ઞાની જીવે શું સમજતા હશે ? તેઓ પિતાના ગૃહવૈભવમાં મત્ત બની આવાં અજ્ઞાન ભરેલાં વચને બેલે છે. તેઓ સમજતા નથી કે, ગૃહસ્થ અને ગરીબ શાથી બને છે? પૂર્ણ કોણ છે? અને અપૂર્ણ કેણ છે? એ વાતના જ્ઞાનથી તેઓ તદ્દન દૂર છે. અહા! લક્ષ્મીને મેહ કે વિચિત્ર છે?” આવું વિચારી તેઓને હસવું આવ્યું. તેઓ શાંતમૂર્તિ હેવાથી ક્રોધ પામ્યા નહીં. કારણકે, જો કોઈ અશાંત અને અધ્યાત્મના ખરા જ્ઞાનથી રદ્ધિત હોય, તો તેને આવા મદ ભરેલાં વચન સાંભળી કેધ થયા વિના ન રહે. આ મહાત્મા ખરેખરા શમરસથી પૂર્ણ અને તત્વબેધને જાણ નારા હતા. તેથી તેઓને કંધ થવાને બદલે હસવું આવ્યું.
મહાત્માને હસતા જોઈ તે ધનાઢ્ય શ્રાવક બેલ્યા–મહારાજ, આપને મારાં વચને ગ્ય લાગ્યાં, તેથી આપ ખુશી થયા લાગે છે. કહે, મેં જે વચને કહ્યાં, તે બધાં યથાર્થ છે કે નહીં? અમારા જેવા પૂર્ણ થડ તરફથી આપને જે લાભ મળે, તે લાભ આ ગરીબ જયચંદ્ર પાસેથી કયાંથી મળવાને? - જ્યારે તે ગૃહસ્થ શ્રાવકે ફરીવાર આવાં વચન કહ્યાં, એટલે તેમની અજ્ઞાનતા દૂર કરવા તે મહાત્માએ કહ્યું, હે ગૃહસ્થ શ્રાવક, તમે પિતાને પૂર્ણ માને છે, પણ મને તો આ જયચંદ્ર શ્રાવક એકજ પૂર્ણ લાગે છે. તમે તમારા વિભવમાં પૂર્ણ માની બેઠા છે, પણ એ ખરેખરી અપૂર્ણતાજ છે, ખરી પૂર્ણતા કઈ કહેવાય? એ તમારા જાણવામાંજ નથી.
મહાત્માનાં આ વચન સાંભળી તે ગૃહસ્થ શ્રાવકે હસીને બેલ્યા–મહારાજ, આ શું કહે છે? આ જયચંદ્રઘણે નિર્ધન અને કંગાળ છે, તે શી રીતે પૂર્ણ કહેવાય? તેના ઘરમાં પૈસે નથી, સારા સારા પદાર્થો નથી, અને વૈભવનાં સાધન નથી. જ્યારે તેવા કંગાળને આપ પૂર્ણ કહે, તે પછી અમારે આપને શું કહેવું? અથવા આપ સંસારને ત્યાગ કરી સાધુ થયા છે, એટલે આપને ગૃહસ્થના વૈભવનો અનુભવ ન હોય, અને તેથી આપ આવે અઘટિત અભિપ્રાય આપતા હશે. એક નાના બાળકને પૂછીએ, તે પણ તે અમને પૂર્ણ કહેશે. અને આ કંગાળ જયચંદ્રને અપૂર્ણ કહેશે.
મુનિ તેમની ભારે અજ્ઞાનતા જાણું હૃદયમાં આશ્ચર્ય પામી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com