________________
૧૬૬
જૈન શશિકાન્ત.
આ પ્રમાણે વિચારને જ વિચાર કરતાં મારા મનમાં શંકા ઉત્પન્ન થઈ છે, તે શંકાને આપ દૂર કરે. આપના જેવા પૂર્ણનુભવી મહાશય વિના મારી શકો કોણ દૂર કરે?
ગુરૂ–હે વિનીતગૃહિશિષ્ય, તે સારે પ્રશ્ન કર્યો. દરેક જિજ્ઞાસુએ વિચારનું સ્વરૂપ જાણવું જોઈએ. આ સંસારમાં સત્કૃત્ય અને દુકૃત્યનું મૂળ કારણ વિચારજ છે. જેણે દુકૃત્યે રોકવાં હોય અને સત્કૃત્ય કરવાં હેય, તેણે પ્રથમ પિતાના વિચારની શુદ્ધિ કરવી જોઈ
એ. જ્યારે હદયમાં સારા વિચારો પ્રગટ થાય, એટલે દુરાચાર આ પિઆપ અટકે છે, અને સદાચાર આપોઆપ સધાય છે. જે આપણામાં સારાં નઠારાં કામ કરવાની પ્રેરણા થાય છે, તે સારા નઠારા વિ. ચારેને લઈને થાય છે. સત્કર્મ તથા દુષ્કર્મ થવાને પરિણામ એકજ. વાર એક વિચાર ઉઠવાને નથી, પણ એકને એક વિચાર સેંકડેવાર અથવા હજારેવાર મનમાં ઉઠવાને પરિણામ છે. પ્રથમ સુવિચાર કે કુવિચાર મનમાં ઉઠે છે, પછી તે પ્રબળ થાય છે, અને પછી તે કિયા કરાવે છે. સારે કે નઠારે કોઈપણ વિચાર જે વારંવાર સેવવામાં આવે છે, તે તેના પરિણામમાં સારી કે નઠારી કૃતિ થયા વિના રહે. તી જ નથી. તેથી સિદ્ધ થાય છે કે, ક્રિયામાત્રનું મૂળ વિચારજ છે. કદિ વિચાર કરતાં કિયા ન થઈ શકે તો પણ સારા નઠારા વિચારનું ફળ મળ્યા વગર રહેતું નથી. કેને માટે સારો વિચાર કરવાથી સારું કર્મ બંધાય છે, અને નઠારે વિચાર કરવાથી નઠારૂં કર્મ બંધાય છે. આ ઉપરથી દરેક માણસે સારા વિચાર કરવાનો ઉપદેશ ગ્રહણ કરે જોઈએ. અને શુદ્ધ વિચાર પ્રગટ થાય તે અભ્યાસ સતત રાખ જોઈએ.
હે શિષ્ય, તે ઉપર એક દષ્ટાંત છે—કઈ એક ધનાઢ્ય પુરૂષે . તીર્થયાત્રા કરવાને સંઘ કાઢ્યું હતું. તે સંઘમાં પિતાનાં સગાં વહાલાંએ, મિત્રો અને સ્નેહિઓ સાથે હતા, તેઓ બધા પોતપોતાના રથે લઈ તે સંઘપતિને રથની પાછળ ચાલતા હતા. તે બધે કાફલો આગળ ચાલ્યા, ત્યાં માર્ગમાં બે કીલા જોવામાં આવ્યા, તે જોઈ સંઘપતિએ પિતાને રથ કે જે યાત્રાના સ્થળ તરફનો શુદ્ધ માર્ગ હતું, તે તરફ હંકાર્યો. બીજા યાત્રાળુઓએ પિતાની બુદ્ધિથી બીજા કલા ઉપર પિતાના રથ હંકાર્યા; તે વખતે સંઘપતિએ તેમને ઘણું સમજાવ્યું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com