________________
૧૬૮
જૈન શશિકાન્ત. નાં દુઃખ ભેગવે છે.
હે શિષ્ય, આ ઉપરથી તારે ઘણે બેધ લેવાને છે. દરેક પ્રાણીને મનના વિચારે કેવી રીતે ઉઠે છે, પ્રબળ થાય છે અને કાર્ય સાધે છે. એ સંબંધમાં જેમણે દીર્ઘ વિચાર કર્યો હોય, તેઓ સારી રીતે સમજી શકે છે. દરેક વિચાર મનુષ્યના મનમાં એક માર્ગ પાડે છે, અને પડેલા માર્ગ ઉપર તેની તેજ જાતના વિચાર સર્વદા ચાલે છે, તે ઉપર રથનું દષ્ટાંત બરાબર લાગુ પડે છે. જેમ કેઈ ગાડાએ અથવા રથે પ્રથમ એક કીલો પાડ્યો હોય, તે પછી તેજ કીલામાં તેની પછી આવનારાં બીજા ગાડાં કે રથ ચાલે છે. એક વિચારે પ્રાણીના મગજમાં એક પ્રકારનો કીલે પાડો કે પછી તેવા જ પ્રકારના વિચારે તેજ કીલામાં ચાલવા માંડે છે. એમ કરતાં જ્યારે તે કાલે વધારે અને વધારે ઉંડે થતું જાય છે, વિચારેના સેવનથી મનમાં કે મગજમાં પડેલા કીલાનું પણ આમજ છે. વારંવાર એક જ પ્રકારના વિચારના સેવનથી મનમાં અથવા મગજમાં જ્યારે ઉંડે કીલે પડી જાય છે, ત્યારપછી જેમ રથનાં ચક કીલાની બાહર નીકળી શકતાં નથી, તેમ તે વિચાર પણ તે કીલામાંથી બાહર નીકળી શકતું નથી, અને બાહર કાઢવાને પ્રયત્ન કરતાં છતાં પણ તેના તેજ કલામાં તે વિચાર ચાલ્યા કરે છે. જેમ પેલા સંઘપતિને સુવિચારરૂપી કીલે ધર્મરૂપ યાત્રાના સ્થલમાં લઈ ગયું હતું, અને પેલા બીજા યાત્રાળુઓને કુવિચાર રૂપી કીલે અધર્મના સ્થલમાં લઈ ગયા હતા, તેવી રીતે સુવિચારને કીલે ચડેલું મન મનુષ્યને સત્કર્મમાં ઉતારે છે, અને કુવિચારને કીલે ચડેલું મન મનુષ્યને દુરાચરણમાં ઉતારે છે. સારે કે નઠારે કોઈ પણ વિચાર જે પુનઃ પુનઃ સેવવામાં આવે છે, તે તેના પરિ સુમમાં સારી કે નઠારી કરશું થયા વિના રહેતી નથી, તેથી સાબીત થાય છે કે, સારી અથવા નઠારી કરણીમાત્રનું મૂળ વિચારજ છે.
અદત્તાદાન એટલે બીજાની વસ્તુને મેળવવાના વિચારનું વારંવાર સેવન મનુષ્યને ચોરી કરાવે છે. પરસ્ત્રીને મેળવવાના વિચારનું વારંવાર સેવન પુરૂષને વ્યભિચાર કરાવે છે. બીજાપર હૅષ લાવવાના વિચારનું વારંવાર મનન હિંસા કે ખૂન કરાવે છે. તેવાં ગમે તે અકા
, સર્વમાં અગ્ય વિચારનું સેવનજ અયોગ્ય કરણીનું કારણ હેવાનું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com