________________
એકત્રિશ બિંદુ–સદ્વિચાર
" सुकृतं सद्विचारेण दुष्कृतं पुर्विचारतः । पुर्विचारं ततस्त्यक्त्वा सहिचारं समाश्रयेत्" ॥१॥
અર્થ “સારે વિચાર કરવાથી સુકૃત-પુણ્ય બંધાય છે અને નઠારે વિચાર કરવાથી દુકૃત બંધાય છે, તેથી નઠારે વિચાર છોડી દઈ સદ્વિચારને આશ્રય કરે.”
હિશિષ્ય-હે ભગવન, આપે જીવની શયનદશા વિષે જે દ્રષ્ટાંત આપ્યું, તે ખરેખર મનન કરવા જેવું છે. તે
ઉપરથી આ સંસારનું સ્વરૂપ પણ સમજવામાં આવે |By: છે, તે વિષે વિચાર કરતાં મારા મનમાં એક શંકા ઉ. ત્પન્ન થઈ છે. તે આપ કૃપા કરી નિવારણ કરે.
ગુરૂ–હે સંસારી શિષ્ય, કહે, તારા મનમાં થી શંકા ઉત્પન્ન થઈ છે?
હિશિષ્ય–આપે જીવની શયનદશાનું દ્રષ્ટાંત આપ્યું, તે વિષે મારા હૃદયમાં અનેક વિચારે થવા લાગ્યા. જો કે, એ બધા વિ. ચારે આ સંસારના સ્વરૂપ વિષેના હતા, તથાપિ તે વિચારને માટેજ મને વિચાર થયેલ કે, “આ વિચાર એ શી વસ્તુ હશે? સારા કે નઠારા જે વિચાર ઉત્પન્ન થાય છે, તે કયાંથી થતા હશે? તેમજ સારા વિચાર શાથી આવતા હશે? અને નઠારા વિચાર શાથી આવતા
હશે ???
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com