________________
૧૬૪
જૈન શશિકાન્ત
કરી રહ્યું છે. તેનાં નેત્ર મેહના ઘેનમાં ઘેરાય છે. કર્મના ઉદય બળરૂપ શ્વાસના ઘેર શબ્દોથી તેનાં નસકોરાં બેલે છે. જે વિષયસુખની કરણીએ તેને સ્વપ્નમાં આવે છે. આ પ્રમાણે તમારી શયનદશા છે, અને ને તેમાં તમે સતત સૂતા છે.”
સુરદાસના આવા તાત્વિક અને અસરકારક શબ્દ સાંભળી મિલ અને રસદાસ બંને આશ્ચર્ય પામી ગયા. તેમના હૃદયમાં એ ટલી બધી અસર થઈ કે, તેઓ તે અંધ સુરદાસના ચરણમાં નમી પડ્યા અને તેની હદયથી ક્ષમા માગી. પછી તેમણે સુરદાસને કહ્યું,
ભદ્ર, તમે કઈ જ્ઞાની મહાત્મા લાગે છે, ખરેખર તમે સત્યભાષી છે, અને અમે મિથ્યાભાષી છીએ." હે કૃપાળુ મહાશય, અજ્ઞાનતા ને લઇને અમે જે તમારે અનાદર કર્યો તથા તમારું હાસ્ય કર્યું તે અમારાથી મેટે અપરાધ થઈ ગયેલ છે, તે અમારે અપરાધ ક્ષમા કરી અને પ્રતિબંધ આપે, અને તેવી શયનદશામાં રહેલા અમા ૨ા આત્માને જગાડે.”
હે શિષ્ય, પછી તે સેમિલ અને રસદાસ બંને ને મહાત્મા સુરદાસના સેવક બની ગયા, અને તેની સેવા–ભક્તિ કરવા લાગ્યા. જ્ઞાની સુરદાસના સમાગમથી તેઓ બંને આ સંસારની ઘેર નિદ્રામાં થી જાગ્રત થયા હતા, અને પિતાના આત્માને ઉદ્ધાર કરવાને મહાન પ્રયત્ન આચરતા હતા. તેઓ આ સંસારમાં નિર્લેપ રહી પિતાના કર્તવ્યને યથાર્થપણે બજાવી છેવટે સંયમના આરાધક થયા હતા. એ પવિત્ર અવસ્થામાં તેમણે પિતાની કાયારૂપી ચિત્રશાળાની મમતા દૂર કરી હતી. કલપનારૂપી ઓછાડવાળી માયારૂપી શય્યા જેમાં પાથરેલી છે, એવા કમરૂપી પલંગને ઉપાડી લઈ ચેતન આત્માને અચે. તનરૂપ ઘોર નિદ્રામાંથી જાગ્રત કર્યું હતું, અને તેને લાગેલું મેહરૂપી ઘેન નિવાયું હતું. એથી તેઓ વિષયરૂપી સ્વમામાંથી મુક્ત થઈ સર્વદા જાગ્રત દશામાં રહ્યા હતા, અને અંતે પરમ પદના પૂર્ણ અધિકારી બન્યા હતા.
હે શિષ્ય, આદ્રષ્ટાંત ઉપરથી જીવની શયનદશા તારા સમજવા માં આવી હશે હવેથી તું તારા હૃદયમાં નિશ્ચય રાખજે કે એવી શ. ધનદશામાં આ જગતના ઘણુ જીવે બેશુદ્ધ થઈને પડેલા છે. તેવી રીતે તારે આત્મા એ દુઃખદાયક દશામાં પડે નહીં તેને માટે સાવધાની રાખજે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com