________________
૧૫૬
જૈન શશિકાન્ત. નહિ.” પથિકના કુટુંબીઓની આ પ્રાર્થના સાંભળી તે વિદ્વાન વૈદ્ય બોલ્યા–“આ ભયંકર રોગવાળા દરદીને રેગ કષ્ટ સાધ્ય છે. તેણે મારી પાસેથી પાંચ ઔષધેને એક મહાકવાથ પી પડશે.
જ્યારે તે લાંબા વખત સુધી એ ક્વાથ પીશે, ત્યારે તેને આ રોગ શાંત થઈ જશે. પણ તે કવાથ પીવે ઘણે મુશ્કેલ છે, અને તેને તેમાં ઘણું પથ્ય પાળવું પડશે, જો તે પથ્ય પાળી શકશે નહિ, તે તેમાંથી ઘણું નુકશાન થશે, માટે તમારે પથ્ય પળાવવામાં ઘણી જ કાળજી રાખવી અને તેમાં જરાપણુ પ્રમાદ કરે નહિ.” વૈદ્યનાં આ વચને તેમણે કબૂલ કર્યો અને તે પથિકની પાસે પણ કબૂલ કરાવ્યાં. પછી તે વિદ્વાન વૈદ્ય દેશકાળને વિચાર કરી તે પથિકને પાંચ ઔષધીને કવાથ કરી આપે. તે કવાથ આપ્યા પહેલાં તે પથિકના શરીરની વિરેચનથી શુદ્ધિ કરી. જ્યારે તેનું શરીર વિરેચન વગેરેથી શુદ્ધ થયું, પછી તે વિદ્વાન વધે પાંચ ઔષધને કવાથ બનાવી તે મહાગીને પાયે. જેથી તરતજ તે પથિકની છાતી ઉપર પડેલા કઢના ચાર ડાઘા શમી ગયા, અને તે સારી રીતે તંદુરસ્ત થઈ ગયે. તે ઉપચાર કર્યા પછી તે પથિક ફરીવાર કોઈપણ જાતના રોગથી પીડિત થયા નહિ, અને પછી સુખે રહેવા લાગ્યા.
હે વિનીત શિષ્ય, આ દષ્ટાંત ઉપરથી તારે ઘણું બધ લેવાને છે. જે પથિક છે, તે આ સંસારના કુટુંબવાળે જીવ સમજવો. તે જીવ કઈ પર્યકર્મને યોગથી ધન પાત્ર થ ન હતો, પણ સારી પ્રતિઠા પામેલ હતું. તેને પિતાના કુટુંબને નિવાહ કરવાને ભારે પ્રયત્ન પડતે હતે. કેટલાએક સંસારી જીવ પિતાના કુટુંબનું ભરણપોષણ કરવાને અતિશય દુઃખી થાય છે, અને તે દુઃખથી પીડિત થઈ કાંઈ પણ પુણ્યનું કામ કરી શકતા નથી. તેવી રીતે આ પથિક રૂપી સં. સારી જીવના સંબંધમાં પણ બન્યું હતું. તે પથિકને જે પ્રથમ રોગ થયું હતું, તે ક્રોધ સમજ. તે રેગમાં તેની આંખો લાલ થતી, બ્રગુટી ચડી જતી અને શરીરમાં કંપ થત–તે બધી ચેષ્ટાઓ ક્રોધના આવેશમાં થાય છે. કૅધાતુર માણસની આંખો લાલ થાય છે, ભવાં ચડી આવે છે, અને શરીરે કંપ થાય છે. આ પ્રમાણે ક્રોધરૂપી રેગથી પીડિત એવા પથિકને તેના કુટુંબીઓ જે કોઈ ચતુર વૈદ્યની પાસે લઈ ગયા. તે વૈદ્ય તે કઈ ઉપદેરાક મુનિ અથવા કોઈ પુરૂષ સ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com