________________
સ્થિરતા.
૧૪૧ પાસે આવ્યો. તેણે આકૃતિ ઉપરથી રાજાને ઓળખી પ્રણામ કર્યા. રાજાએ તેને સામે પ્રણામ કરી પૂછયું, “ભાઈ, તમે કેણુ છે? કયાં થી આવે છે ? અને કયાં જાઓ છો?” મુસાફરે નમ્રતાથી કહ્યું, “રા' જેદ્ર, હું મરમ નામે મુસાફર છું, હમેશાં લેકેના શુભને માટે મુસાફરી કર્યા કરું છું. મારે મારી પ્રશંસા કરવી એગ્ય નથી, તથાપિ મારે કહેવું જોઈએ કે, આ જગના પ્રાણીઓને માર્ગે દોરવાનું કર્તવ્ય હું કરું છું, અને તેમાંજ મારા જીવનની સાર્થકતા માનું છું. દૈવની અનુકૂળતાને લીધે જેને માટે સમાગમ થાય છે, તેઓ સ. ર્વ રીતે સુખી થાય છે.”
તે મુસાફરનાં આવાં વચન સાંભળી રાજ ચંદ્રકેતુ આશ્વાસન પામ્ય, અને પિતાનું દુઃખ તેની આગળ નિવેદન કરવાને તેણે વિચાર ક–રાજા વિનયથી બો –“ભદ્ર, તૃષાતુર માણસને જેમ જળાશય મળે, રોગથી પીડિત એવા પ્રાણીને જેમ વૈદ્ય મળે અને સૂર્યના તાપથી તપેલા માણસને જેમ છાયાદાર વૃક્ષ મળે, તેમ મારે આપને સમાગમ થયું છે. તમારી પવિત્ર વૃત્તિ અને તમારું સર્વોત્તમ કાર્ય સાંભળી મને મારા દુઃખને અંત આવવાની પૂર્ણ આશા ઉત્પન્ન થઈ છે. હે મહાશય, આ જગમાં તમે જેવા દુઃખી માણસેને જુએ છે, અને જોયાં છે. તે જ હું એક દુઃખી માણસ છું, હું એક મોટા રાજ્યને સ્વામી અને રાજ્યલક્ષ્મીના વૈભવને ભક્તા છું. તે છતાં હું ઘ.
જ દુખી છું, રેગ તથા દારિદ્રથી પીડાતા એવા ઘણા લકે પણ મારાથી તે જરા સુખી હશે, એમ હું માનું છું.
રાજાનાં આ વચન સાંભળી તે ઉપકારી મુસાફરને દયા આવી, તેણે મધુર વચનથી મહારાજાને કહ્યું, “રાજેદ્ર, આપને શું દુઃખ છે, તે જ શું. કારણકે, દુઃખને પ્રકાર જાણ્યા વિના તેને નિવારવાને ઉપાય થઈ શકતો નથી. ચતુર અને વિદ્વાન વૈદ્ય પણ રેગીનું નિદાન ક્યા પછી ચિકિત્સા કરી શકે છે.”
મુસાફરનાં આવાં વચન સાંભળી તે રાજાએ નમ્રતાથી કહ્યું, ભદ્ર, મારે ત્રણ રાણીઓ છે. તે બધા જુદાજુદા સ્વભાવની છે, અને તેથી તેઓમાં મેટો કુસંપ પેઠે છે, અને તેઓની વચ્ચે ભારે કલહ થયા કરે છે, તેઓ હમેશાં મારી પાસે એક બીજાની ફરીયાદી કર્યા કરે છે, હું કઈ રીતે તેમનું સમાધાન કરી શકતું નથી, એકને મનાવું છું, ત્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com