________________
૧૪૪
જૈન શશિકાન્ત. દીધું. આખરે તે ત્રણે સુંદરીઓ અચળાને માન આપી વર્તવા લાગી, અને તેમના હૃદયમાં સણુણની સારી છાપ પડી ગઈ. જ્યારે પિતાની નઠારી રાણીએ અચલા રાણીના સહવાસથી સર્વ રીતે સુધરી ગઈ, ત્યારે રાજા ચંદ્રકેતુ ઘણોજ સુખી થઈ ગયે, અને તે અચલા રાણીના પ્રતાપથી સંસારના આનંદને અનુભવતે રાજ્યસુખ ભોગવવા લાગ્યા.
- હે વિનયી શિષ્ય, આ દષ્ટાંત ઉપરથી સ્થિરતા એ કે મહાન ગુણ છે? એ તારા સમજવામાં આવશે. રાજા ચંદ્રકેતુ તે મનુષ્ય જીવ સમજ. જે ત્રણ રાણીએ તે મન, વચન અને કાયાની ચંચળતા સમજવી. તે ત્રણ પ્રકારની ચંચળતા જીવને અતિ કલેશ આપે છે. જે ઈષ્યવાળી અને અશુભ ચિંતવનારી રાણી તે મનની ચંચળતા છે. જે કટુવચને બોલનારી રાણી, તે વચનની ચપળતા છે, અને જે શરીરે મજબૂત અને પ્રહાર કરનારી રાણી તે કાયાની ચંચળતા છે. આ ત્રણે ચંચળતા પરસ્પર વિરેાધી હોવાથી મનુષ્યજીવને અનેક પ્રકારની ઉપાધેિઓમાં નાખે છે, તેથી તે જીવ ઘણે દુઃખી થાય છે. જે રાજા તેમનાથી કંટાળીને વનમાં ચાલ્યા ગયે, તે જીવ તે ત્રણ પ્રકારની ચપળતાથી કંટાળીને ઘરની બાહર નીકળી વનમાં જાય છે. ચંદ્રકેતુરૂપી જીવ મન, વચન અને કાયાની ચપળતાથી કંટાળી વનમાં ગયા, ત્યાં તેને જે પેલે મુસાફર મળે, તે સવિચાર સમજો. જ્યારે મનુષ્યના મનમાં વિચાર ઉત્પન્ન થાય છે, ત્યારે તેને પોતાના દુઃખને ઉપાય સૂઝી આવે છે. રાજા ચંદ્રકેતુ તે મુસાફરના વચનથી નિયમસિંહ રાજાની પુત્રી અચલાને પર. તે જીવ સદ્વિચારને લઈને અને ચલારૂપી સ્થિરતાને પ્રાપ્ત કરે છે. સ્થિરતા નિયમમાં રહેવાથી ઉત્પન્ન થાય છે, તેથી તેને નિયમસિંહ રાજાની પુત્રી કહી છે. અચલાના આવિવાથી રાજા ચંદ્રકેતુની ત્રણ નઠારી રાણીઓ સુધરી ગઈ, અને તેથી તે રાજા સુખી થયે હતે. તે સ્થિરતા ગુણને લઈને મન, વચન અને કાયાની ચપળતા દૂર થઈ જાય છે. અર્થાત્ તે મન, વચન અને કાયામાં સ્થિરતા આવે છે, તેથી કરીને મનુષ્ય જીવ સર્વ રીતે સુખી થાય છે.
હે શિષ્ય, આ દૃષ્ટાંત ઉપરથી તમારે સમજવું જોઈએ કે, દરેક મનુષ્ય સ્થિરતા રાખવાની જરૂર છે. સ્થિરતાના ઉત્તમ ગુણથી માણસ જ્ઞાનની નિશ્ચલતા ધારણ કરી શકે છે. અને પછી જ્ઞાનની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com