________________
મેહ.
૧૫૩
છે. મેહને વશ થયેલે પ્રાણી અકૃત્ય કરે છે, અનાચાર આચરે છે અને અસેવ્યને સેવે છે. તે એ મેહ શી વસ્તુ છે? તેનું કેવું સ્વરૂપ છે? અને તેને સેવવાથી કેવી હાનિ થાય છે? ઈત્યાદિ જે કાંઈ જાણ વાનું હોય, તે મને દષ્ટાંત આપી સમજાવે. મેહનું યથાર્થ સ્વરૂપ મારા સમજવામાં અદ્યાપિ આવ્યું નથી.
ગુરૂ– હેવિનીત શિષ્ય, તે બહુ સારે પ્રશ્ન કર્યો. દરેક આત્મથી મનુષ્ય એ મેહનું સ્વરૂપ અવશ્ય જાણવું જોઈએ. હે વિનય, મેહ એટલે મેહનીય કર્મ સમજવું. એ મેહનીય કર્મને લઈને જ પ્રાણીને મેહ ઉત્પન્ન થાય છે. પિતાના આત્માથી અન્ય પદાર્થમાં મારાપણાની બુદ્ધિ અથવા (હું અને મારું) એવી જે બુદ્ધિ તે મેહ કહેવાય છે. એવી બુદ્ધિ મેહનીય કર્મના ઉદયથી થાય છે. જૈનશાસ્ત્રમાં તે મેહને મૂછ અથવા મૂછના પણ કહે છે. આ જગત્ તે મેહથી અંધ થઈ ગયેલું છે, અને તેથી તે આત્માના શુદ્ધ માર્ગને જોઈ શકતું નથી. જે ભવિજીવ એવું સમજે કે, “હું આત્માથી જુદી જે પરવસ્તુ છે, તેને સ્વામી નથી. હું શુદ્ધ આત્મા છું, શુદ્ધ જ્ઞાન મારે ગુણ છે, હું અન્ય નથી અને બીજી કઈ વસ્તુ મારી નથી.” આ પ્રકારની સમજૂતી તે મેહરૂપી અંધકારને દૂર કરે છે. એ સમજૂતીરૂપ તીવ્ર તરવારથી પ્રબુદ્ધ લકે એ મેહરૂપ મહાન શત્રુને મૂળમાંથી કાઢી નાખે છે.
હે શિષ્ય, પ્રાણીમાત્રને જેવાં કર્મ ઉદય આવે, તે પ્રમાણે પ્રવર્તન કરવું પડે છે. જે મનુષ્ય કર્મબંધના હેતુરૂપ એવા રાગ તથા શ્રેષ અને મેહથી રહિત છે, તે પુરૂષ પાપકર્મથી બંધાતું નથી. એટલું જ નહિ, પણ તે પુરૂષ એ દઢ રહે છે કે, રાગાદિ પરિણામ ઉત્પન્ન કરનાર કર્મ જ્યારે ઉદયમાં આવે, ત્યારે તે પોતાના ઉપગથી જરા પણ ખસતો નથી.
જેનામાં મેહ નથી, તે પુરૂષ તત્ત્વને સમજી શકે છે, અને જે તત્વને સમજી શકે છે, તેનામાં મેહ આવતું નથી. મેહ રહિત પુરૂજ કદિ આ સંસારમાં પરિભ્રમણ કરે છે, તથાપિ તે જરાપણ ખેદ પામત નથી. જે જીવ મોહને વશ થઈ રહે છે, તે જીવ આ જગતુમાં જન્મ, જરા, મરણ વિગેરે દુઃખ પામે છે. તેથી સુજ્ઞ મનુએ હમેશાં મેહને ત્યજી દેવા જોઈએ. જે પુરૂષ મેહને લઈને ઉપાધિગ્રસ્ત થાય છે, તે આત્માના નિર્મળ સ્વરૂપને જોઈ શક્તિ નથી, અને તેથી તે હર્ષ, Sh. K.- ૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com