________________
૧૪૦.
જૈન શશિકાન્ત. દૂષિતવાણી નીકળતી નથી. અને જેણે કાયાની સ્થિરતા પ્રાપ્ત કરી છે, તે જિતેન્દ્રિય થઈ શકે છે. આ સર્વથી મનની સ્થિરતા સર્વોત્તમ છે. મન અસ્થિર હોય, ત્યાં સુધી સમાધિમાં અડચણ થવાની જ. માટે પરવસ્તુને પરિહાર કરીને સ્થિરતા પ્રાપ્ત કરવા ઉદ્યમ કરે જઈએ. આ વિષે એક સુબેધક દછત પ્રખ્યાત છે, તે એક ચિત્તે સાંભળજે.
કેઈ એક નગરમાં ચંદ્રકેત નામે રાજા હતું, તેને ત્રણ રાણઓ હતી. ત્રણે રાણીઓ જુદા જુદા સ્વભાવની હોવાથી તેમને પરસ્પ૨ સંપ ન હતું, એથી રાજાને ભારે ઉપાધેિ થતી હતી. તેમાં એક રાણ ઈર્ષાવાળી હતી, તેથી તે હમેશાં બીજી બે રાણીઓની મનમાં ઈષ્ય રાખતી, અને સર્વદા તેમનું અશુભ ચિંતવતી હતી. એક રાણી બહુ બોલકી હતી, તે કટુ વચનો બેલી બીજી રાણીઓની સાથે વઢવાડ કરતી હતી. ત્રીજી એક રાણી શરીરે મજબૂત અને બળવાળી હતી. તે જ્યારે ગુસ્સે થતી, ત્યારે બીજી રાણીઓને પ્રહાર કરવા તૈયાર થતી હતી- આ પ્રમાણે ત્રણે રણુએ પિતાના જુદા જુદા સ્વભાવથી પરસ્પર લડતી, અને ભારે કુસંપ રાખતી હતી. આ ત્રણે રાણુઓના નઠારા સ્વભાવથી રાજાને ભારે ઉપાધિ થઈ પડતી હતી. તે બધીઓને ' સારી રીતે સમજાવતે, તથાપિ તે અજ્ઞ સ્ત્રીઓ સમજતી ન હતી. અને તેમનાથી રાજા અતિશય કંટાળી ગયા હતા.
એક વખતે રાજા ત્રણે રાણીઓથી કંટાળીને વનમાં નાશી ગયે. ત્યાં એકાંતે બેથી તે પિતાના મનમાં ચિંતવવા લાગ્યા, “અહા! હું કે દુઃખી છું ? મેટી સમૃદ્ધિવાળા રાજ્યને સ્વામી છતાં, મારા મનમાં આવી ભારે ચિંતા રહ્યા કરે છે. અરે દેવ ! તેં મને રાજા બનાવી આવા ભારે દુઃખમાં શા માટે નાખે ? હે નશીબ, આ દુઃખમાંથી તું મારે ઉદ્ધાર કર. મારા અંતઃપુરમા રહેલી તે ત્રણ રાણીઓ પ્રત્યક્ષ રાક્ષસી જેવી છે, તે હમેશાં મારું રૂધિર પીવે છે, અને મારા હૃદયને દગ્ધ કરી નાખે છે. મેં પૂર્વે કેવાં પાપ કર્યો હશે ? કે જેથી મને આવી દુઃખદાયક રાણીઓ મળી. તેમને કલહ, તેમની લડાઈ અને તેમના સાથી હું મુંઝાઈ ગયે છું. ' આ પ્રમાણે ચંદ્રકેતુ રાજા પિતાના મનમાં મહાચિંતા કરતે હતે, તેવામાં કઈ જ્ઞાની મુસાફર તે માર્ગે પ્રસાર થયું. તેણે ત્યાં રાજાને એકાંતે ચિંતા કરતે જોયે, એટલે તે પોપકારી મુસાફર તેની
કે
,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com