________________
પૂર્ણતા.
૧રી જાય છે. અને પરવસ્તુથી અપૂર્ણ હોય તે જ તે પૂર્ણ થાય છે. જે આત્માના સુખમાં પૂર્ણ છે, તેને કેઈપણ પ્રકારની ન્યૂનતા નથી. આ દ્રવ્યથી અપૂર્ણ છતા જયચંદ્ર આત્માના સુખમાં પૂર્ણ છે, માટે તે ખરેખરે પૂર્ણ ગણાય છે. તેની આગળ તમે બધા દ્રવ્યથી પૂર્ણ છતાં અપૂર્ણ જ છે. તેને માટે પંડિતવર્ય યશોવિજયજી પિતાના પૂર્ણતાષ્ટકમાં લખે છે કે,
" कृष्णे पो परिक्षीणे शुक्खे च समुदंचति द्योतते सकनाध्यक्षा पूर्णानंदविधोः कन्ना" ॥१॥
કૃષ્ણપક્ષમાં ક્ષીણ થતી અને શુકલપક્ષમાં ઉદય પામતી તથા સમગ્ર ભાવને પ્રત્યક્ષ કરતી એવી પૂર્ણાનંદરૂપી ચંદ્રની કળા પ્રકાશે છે. ”
આ લેકમાં એ મડાનુભાવે પૂર્ણતાને ઉચો ભાવાર્થ દર્શાબે છે. કૃષ્ણપક્ષ એટલે જીવને ધર્મની પ્રાપ્તિને અગ્યકાળ, જેમાં અર્ધપગળ પરાવર્તનથી અધિક એવી આ સંસારમાં ભ્રમણ કરવાની શકિત. રહેલી છે, અને શુકલપક્ષ એટલે ધર્મની પ્રાપ્તિને યેગ્યકાળ, જેમાં અર્ધપગળ પરાવર્તન મહીં સંસાર રહે છે. આ બંને કાળમાં જ્યારે શુકલપક્ષની વૃદ્ધિ થાય છે, એટલે સમ્યજ્ઞાન ચારિત્રની શુદ્ધિ અને શુદ્ધધ્યાન તથા વૈરાગ્ય વગેરેથી વૃદ્ધિ થાય છે, ત્યારે સર્વ વિશ્વના ભાવ જેમાં પ્રત્યક્ષ જોવામાં આવે છે, એવી પૂ.
નંદરૂપ ચંદ્રની કળા પ્રકાશમાન થાય છે. સોળ કળાવાળે પર્ણિ. માને ચંદ્ર જેમ સર્વને આ લ્હાદ આપતે પ્રકાશે છે, તેમ સહજાનંદસ્વરૂપી ચેતન કેવળજ્ઞાનની તિથી સર્વ વિશ્વભાવને પ્રકાશે છે.
હે શ્રાવક, એ આનંદ તે હજુ અમારાથી તેમજ આ જયચંદ્ર શ્રાવકથી દૂર છે, તથાપિ જે આત્મવસ્તુની પૂર્ણતાવાળે હોય, તે એ ઉત્તમ આનંદને મેળવવાનો અધિકારી થઈ શકે છે.
મહાત્માનાં આ વચન સાંભળી તે બધા ધનાઢય શ્રાવકે ચકિત થઈ ગયા. તેઓની મનોવૃત્તિ ઉપર મહાત્માની ઉપદેશ વાણીની સા રી અસર પ્રસરી ગઈ. તરતજ તેઓએ તે મહાત્માના ચરણમાં વંદના કરી અને તે પછી ત્યાં રહેલા પેલા ગરીબ શ્રાવક જયચંદ્રને વંદના કરી તેની હૃદયથી ક્ષમા માગી, અને તેઓ પોતાના હૃદયમાં વા
Sh. K.-૧૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com