________________
૧૨૮
જૈન શશિકાન્ત. અને તેને માટે તમે પ્રયત્ન કરો. હે ગુરુ મહારાજ, તે વખતે હું બાળક હોવાથી તે વાત સમજી શક્યો નહિ; પણ વિદ્યાગુરૂને તે ઉપદેશ મારા મુગ્ધ હૃદયમાં એ લગ્ન થઈ ગયું છે કે, તેનું મને વારંવાર સમરણ થયા કરે છે, અને આ જગતમાં કેણ સુખી છે)તેને હું વારંવાર વિચાર કર્યા કરું છું. આ વિષે મેં ઘણા વિદ્વાનને પૂછયું છે પણ કોઈએ મારા મનનું સમાધાન કર્યું નથી. કેઈ ધનાઢયને સુખી કહે છે, કઈ વિદ્વાનને સુખી કહે છે, કઈ શાંત સ્વભાવવાળાને, કોઈ નિઃસ્પૃહીને, કેઈ ત્યાગીને, કઈ કળાધરને, કેઈ રૂપવાને, કોઈ ઉત્તમ સ્વભાવવાળાને અને કોઈ સંતોષીને સુખી કહે છે. આ પ્રમણે જુદા જુદા જનને સુખી કહેવાથી મારા મનમાં અનેક પ્રકારનો ભ્રમ થઈ ગયેલ છે. તેથી હે કૃપાળું ગુરૂ, આપ તે મારા ભ્રમને દૂર કરો.
રાહસ્થ શિષ્યને આ પ્રશ્ન સાંભળી ગુરૂ હદયમાં પ્રસન્ન થતા બેલ્યા–હે વિનયી શિષ્ય, આ તારે પ્રશ્ન વિશેષ ઉપયોગી છે. અને તેને માટે જુદા જુદા વિદ્વાને જુદા જુદા વિચાર બતાવે છે. વસ્તુતાએ તે આ સંસારમાં કોઈ સુખીજ થઈ શકતું નથી. જ્યારે આ મેહમય સંસારને છેડી દઈ પરમ વૈરાગ્ય પ્રાપ્ત કરી ચારિત્રને ગ્રહણ કરે છે, ત્યારે માણસ ખરે સુખી થાય છે, તથાપિ સંસારની અં. દર રહેલા મનુષ્ય કેટલાએક ગુણને લઈને સુખી રહે છે. તેને માટે એક દષ્ટાંત કહું, તે તું સાવધાન થઈને સાંભળ–
કોઈએક મુસાફર રસ્તામાં ચાલ્યું જતું હતું, ત્યાં એક મેટું જંગલ આવ્યું. તે ભયંકર જંગલ જોઈ તેને વિચાર આવ્યું કે, “આવા ભયંકર જંગલમાં એકલા જવું, તે ઠીક ન કહેવાય, માટે કઈ સારા માણસને સાથ મળે તે તેની સાથે જવું વધારે ગ્ય છે. ” આવું ચિંતવતાં તેને કેટલાએક પુરૂષોને સાથે મળી આવ્યું. તે પુરૂના સાથમાં તે માણસ વધારે હેરાન થયે, એટલે તેણે વિચાર કર્યો કે, “ આવા નઠારા સાથના કરતાં સાથ ન હોય, તે વધારે સારું? આવા લેકેની સાથે જવું, તે જોખમ ભરેલું છે.” આવું વિચારી તે ડાહ્યા પુરૂષે તે સાથને ત્યાગ કરી દીધો. અને પિતે એટલે આગળ ચાલ્યો. આગળ જતાં એક વૃદ્ધ સ્ત્રી તેના જોવામાં આવી, તે સ્ત્રીની સાથે વાતચીત કરતાં તેના જાણવામાં આવ્યું કે, આ સ્ત્રી પ્રઢ અને બહાદૂર છે, તેથી પેલા પુરૂષોના સાથના કરતાં આ સ્ત્રી વધારે ઉપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com