________________
જૈન શશિકાન્ત.
દરેક ગૃહસ્થ તથા યતિએ તપસ્યાને મહાન ગુણ ધારણ કરે ઈ
એ, અને તેને પ્રભાવ જાણ જોઈએ. હે શિષ્ય, તપસ્યાના બાર પ્રકાર છે. તેમાં છ બાહ્ય તપ અને છ આત્યંતર તપ કહેવાય છે. બાહ્યતપથી શારીરિક વિકારે દૂર થતાં પ્રાણી સર્વ રીતે દ્રવ્યથી શુદ્ધ બની જાય છે. અને આત્યંતર તપથી માનસિક વિકારે દૂર થતાં પ્રાણી સર્વ રીતે ભાવથી શુદ્ધ બની જાય છે. અનશન, ઉદરી, વૃત્તિસંક્ષેપ, રસ પરિહાર, કાયલેશ અને સંલીનતા–એ છ પ્રકારનું બાહ્યતપ કહેવાય છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાયધ્યાન, વિનય અને કાર્યોત્સર્ગ એ છ પ્રકારનું આત્યંતર તપ કહેવાય છે. એ તપ ચારિત્રરૂપી લફમીને વશ કરવાની વિદ્યા છે, મેક્ષના સુખને આપવામાં ચતુર છે, અને ચિંતિત અર્થને આપવામાં ચિંતામણિ છે. હે શિષ્ય, તે દઢપ્રહારીનું ચરિત્ર વાંચ્યું હશે, તેણે ઘણાં કઠોર કર્મ કર્યા હતાં, પણ તે તપના પ્રભાવથી પિતાના કઠેર કમને નાશ કરી મોક્ષને પા
મ્યો હતો. એ તપને પ્રભાવ આહંત શાસ્ત્રમાં સારી રીતે ગવાય છે. જેમ પ્રદીપ્ત અગ્નિ સુવર્ણના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરે છે, તેમ તપ આત્માના કર્મરૂપ રજને દૂર કરી આત્માનું સાક્ષાત્ શુદ્ધ જ્યોતિસ્વરૂપે પ્રગટ કરે છે. તે ઉપર એક સંક્ષિપ્ત દષ્ટાંત કહેવાય છે. તે સાંભળ .
કેઈ એક નગરમાં ધનાઢ્ય ગૃહસ્થ રહેતો હતો. તે કુટુંબથી રહિત હતે, તથાપિ હૃદયમાં સંતોષ માની પિતાને ગૃહ-વ્યવહાર ચલાવતે હતે. એક વખતે કોઈ આડ ચેર લેકે રવાને તેના ઘરમાં પેઠા. તે વખતે તે નિદ્રામાં પડ્યા હતા. જ્યારે ચાર લેકેએ તેનું દ્રવ્ય લુંટવા માંડયું, એટલે પાડોશમાંથી કઈ એક પુરૂષે આવી તેને જગાડે, એટલે તે જાગી ઉઠશે. તેને જાગેલો જોઈ પેલા ચાર લોકે ત્યાં આસપાસ સંતાઈ ગયા. તે વખતે તે ગૃહસ્થ પિલા પાડેશીની સલાહ લઈ વિચાર્યું કે, “હવે જાગતા રહેવું, નહીં તે એ ચેરે આવી મારું દ્રવ્ય ચેરી જશે. અથવા આ ઘરમાં આટલું બધું ઘણું દ્રવ્ય છે, તે વધારે જોખમ છે, માટે તેને બદલે કેઈકીંમતી રત્ન લઈ મારી પાસે ગુપ્ત રીતે રાખું, તે પછી ચેરાવાની ધાસ્તી નહિં રહે.” આવું વિચારી તેણે પિતાના બધા દ્રવ્યને સાટે એક મોટી કીંમતવાળું રત્ન ખરીદ્યું, અને તે ઘણુ યત્નથી પિતાની પાસે રાખ્યું. પેલા આડ ચેરના જાણવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com