________________
૧૧૬
જૈન શશિકાન્ત
ચર્ચા કરતા હતા, જયચદ્ર કેવળ ગ્રંથા વાંચી તથા તેની ચર્ચા કરીને રહેતા નહીં, પણ તેપ્રમાણે વર્તાવાને પ્રયત્ન કરતા હતા, જેવું તે જાણતા તેવું તે આચરણ કરતે હતા. કેટલાએક અધ્યાત્મ જ્ઞાનની વાતા કરે છે, પણ તે તે પ્રમાણે વત્તતા નથી, જયચંદ્ર તેવા ન હતા. તેના પવિત્ર હૃદયમાં અધ્યાત્મ જ્ઞાનનું રમણુ થયા કરતું હતું. જો કે જય ચંદ્ર સંસારી સાગાર હતા, તથાપિ તેનું પ્રવત્ત્તન વિરત અનગારના જેવું હતું.
ન
એક વખતે કોઇ અધ્યાત્મજ્ઞાની મહાત્મા મુનિ તે શેહેરમાં આવી ચક્યા. તે મુનિ ખરેખરા ત્યાગી અને તત્વજ્ઞાનથી પરિપૂર્ણ હુતા. તેમના આગમનની ખબર પડતાં કેટલાએક આસ્તિક ગૃહસ્થ શ્રાવકાએ મોટા આડ’બરથી તેમને પ્રવેશેાત્સવ કર્યાં. અને મેટા વૈભવ સાથે ઘણી ધામધૂમ કરી. તે જ્ઞાની મુનિ તેમના આડંબરથી જરા પણુ મેાહિત થયા વિના ધર્માંસમિતિના નિયમ પ્રમાણે ગામમાં ચાલ્યા આવ્યા. આ વખતે પેલે ગરીબ શ્રાવક જયચંદ્ર પોતાના સાધારણ વેષ પહેરી તે જ્ઞાની મુનિનાં દર્શન કરવાને ગયા, પણ પેલા ધનાઢ્ય શ્રાવકોએ પરિવૃત થયેલા જ્ઞાની મુનિની પાસે જઇ શકયે નહીં. તેમ તેને કાઇએ પોતાના દબદબાથી પેસવા દીધા નહિ, તે બિચારા ત્રિકરણ શુદ્ધિથી જ્ઞાની મુનિનાં દૂરથી દર્શન કરતા સર્વની પાછળ ચાલ્યા આળ્યે, ધનાઢ્ય શ્રાવકોએ તે જ્ઞાની મુનિને ગામમાં પ્રવેશ કરાવી એક મેહેલ જેવા ભભકાદાર ઉપાશ્રયમાં ઉતાર્યાં, અને તેમની ખરદાશ માટે અનેક સેવકેને ત્યાં નીમી દીધા. જ્ઞાની મુનિએ પેાતાના કર્ત્તવ્ય પ્રમાણે તે ગૃહસ્થ શ્રાવકાને ઉપદેશ આપ્યા. તે ઉપદેશને એક કાને સાંભળી ખીજે કાને દૂર કરી ધન વૈભવમાં મત્ત થયેલા તે ગૃહસ્થા પોતપોતાને સ્થાને ચાલ્યા ગયા. બધા આડમરી શ્રાવકા ચાલ્યા ગયા પછી પેલે ગરીબ જયચંદ્ર શ્રાવક મુનિની પાસે આવ્યા, અને તેણે શુદ્ધ ભાવથી વિધિ પ્રમાણે તે મહાત્માને વ દના કરી. વંદના કરવાના વિધિ અને તેના શુદ્ધ ભાવ તે જ્ઞાની મુનિના જાણવામાં આવી ગયા. મુનિ તેની વૃત્તિ જોઇ હૃદયમાં પ્રસન્ન થઈ ગયા, અને તેની સાથે તેમણે વાતચિત કરવા માંડી. વાઁના પ્રસંગ માં જયચંદ્ર શ્રાવકનું` આધ્યાત્મિક જ્ઞાન અને શુદ્ધ શ્રાવકપણાની યાગ્યતા તે જ્ઞાની મુનિના જાણવામાં આવ્યું; તથી મુનિએ ઘણી વાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com