________________
સંસારરૂપ શમશાન. ના વૈભવથી અથવા રાજ્યના અધિકારથી સુખી જોવામાં આવે છે, તે માત્ર ઉપરનું માની લીધેલું સુખ છે. પણ અંદરથી તે દુઃખજ છે. કારણ કે, પ્રાપ્ત થયેલે લક્ષમીનો વૈભવ કે રાજ્યાધિકાર સ્થાથી રહેતનથી. તેને સ્થાયી રાખવાને માટે સર્વદા ચિંતા રાખવી પડે છે–એ ચિંતા રાખવી, તેનું નામ જ દુઃખ છે. તે શિવાય અંદર ક્રોધ, અનુપરતિ, કામ અને શોક વગેરે થવાથી સંસારી જીવ ઘણે અકળાઈ જાય છે. અને તે તે વિષયના સાધનને માટે તેને દુઃખી થવું પડે છે. તેથી આ સંસાર દુઃખ રૂપ છે, અને જૈન વિરક્ત વિદ્વાનોએ તેને એક સ્મશાનની ઉપમા આપી છે. '
* શિષ્ય-ગુરુ મહારાજ, આપ કહે છે, તે યથાર્થ છે. સંસાર દુઃખરૂપ છે. પણ તેથી કાંઈ શમશાન જે શી રીતે કહેવાય? સર્વ પ્રકારને સાધનવાળા સંસારને કવિએ શમશાનની ઉપમા આપે, એ વાત અતિશયોક્તિ ભરેલી લાગે છે.
ગુરૂ– હે શિષ્ય તે વિષે એક દષ્ટાત કહું, તે સાંભળ
કોઈ એક ગામમાં મુદેવ નામે બ્રાહ્મણ રહેતું હતું. તે પિતાના ગૃહાવાસમાં સંતોષ માની સંસારનું સુખ ભગવતે હતે. દેવ
ગે એવું બન્યું કે, તે ગામમાં મહામારીને રેગ ચા, તેમાં તે બ્રાહ્મણનું બધું કુટુંબ નાશ પામી ગયું. આથી તે અત્યંત શેકાતુર થઈ ઘરમાં રહેવા લાગ્યો.
એક વખતે કઈ જ્ઞાની પુરૂષ તેને ઘેર ભિક્ષા લેવા આવ્યા, તેઓ આવીને તરત ભિક્ષા લીધા વિના પાછા ફર્યા. એટલે તે બ્રાહ્મણ તેમની પાછળ દેડ અને તેમને પાછા બોલાવી કહ્યું, મહારાજ, ભિક્ષા લીધા વિના મારું ઘર છેડી કેમ ચાલ્યા ગયા? જ્ઞાનીએ કહ્યું, હું ભૂલથી અહિં આવ્યું. મેં જાણ્યું કે, આ કોઈ ગૃહસ્થનું ઘર હશે, પણ અંદર જતાં ઘરને બદલે મશાન જોવામાં આવ્યું; આથી હું તરત " ભિક્ષા લીધા વિના પાછેં ફર્યો હતો. સુદેવ બોલ્યો, આપ એમ કેમ બેલો છે? આ શ્મશાન નથી, પણ ઘર છે. મહામારીના રેગથી મારું કુટુંબ મૃત્યુ પામ્યું છે, તેથી મારું ઘર શૂન્ય લાગે છે.
જ્ઞાનીએ કહ્યું, વિપ્ર સુદેવ, તારું કુટુંબ મૃત્યુ પામવાથી તારૂં ઘર સ્મશાન જેવું થયું નથી, પણ આતે ખરેખરૂં મશાન છે. જે આ ગીધ પક્ષી તારી પાસે રહેલ છે, આ શીયાલડી ચપલ થઈ ઉભી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com