________________
૧૦૧
ગૃહસ્થ કેદી. સ્વજન.વગે, તે પહેરેગીરે છે. ધન એ નવીન બંધન છે, જેટલી પુત્ર ગલિક વસ્તુઓ છે, તે બધી ગંદકી છે. અને જે સાત વ્યસને છે, તે કારાગૃહનું ભય છે. આ પ્રમાણે ગૃહસ્થને ગ્રહ-સંસાર તે ખરેખર કારાગૃહ રૂપ છે. તેની અંદર રહેલા જેટલા ગૃહસ્થ, તે કેદીઓ છે. તેવા કેદખાનાના કેદીઓની સાથે રહેતા અમારા જેવા વિરક્ત મુનિને કેમ આનંદ આવે? - મહાત્માનાં આ વચને સાંભળી તે ગૃહસ્થ શ્રાવકોએ તે વાત સ્વીકારી અને તેઓ તે મહાત્માની પ્રશંસા કરવા લાગ્યા. તેમાંથી કેટલાએક તે પ્રતિબોધ પામી ગૃહ-સંસાર રૂપ કારાગૃહમાંથી મુક્ત થવાને તે મહાત્માની સાથે ચાલી નીકળ્યા. .
હે વિનીત શિષ્ય, આ દષ્ટાંત ઉપરથી તારા જાણવામાં આવ્યું હશે કે, વિરક્ત પુરૂષે જે આ સંસારને ધિક્કારે છે, તે યથાર્થ છે. આ સંસાર ખરેખર કારાગૃહ રૂપ છે. અને તેમાં રહેનારા સંસારી જીવ તે કેદી રૂપ છે. તેથી દરેક ભવિ મનુષ્ય આ ઘર કેદખાનું રૂપ સંસારમાંથી છૂટવાને ઉપાય કરે. અને તેમાં જરાપણું મેહ મમતા રાખવી નહિ. - શિષ્ય—હે ભગવન, આપની ઉપદેશ વાણીએ મારા હૃદયની શંકા દૂર કરી છે. આપે જે બેધક દષ્ટાંત કહ્યું, તે ઘણુંજ મનન કરવા
ગ્ય છે. જો સંસારી જીવ એ દષ્ટાંત ઉપર વિચાર કરી પિતાના હૃદ. અને વૈરાગ્ય તરફ દેશે અને પોતાની મનોવૃત્તિમાં શાંત રસને પ્રવાહ વહન કરાવે, તે તે આ સંસારરૂપ કારાગૃહમાં ફરીવાર પડતું નથી. અને ગૃહસ્થ કેદી થતું નથી.
ગુરૂ–હે વિનીત શિષ્ય, તારા હદયમાં આવી વૈરાગ્ય ભાવના જોઈ મને સંતોષ થાય છે. હવે તું આ ભાવના તારા હૃદયમાં કાયમ રાખજે, અને જેવી રીતે શાંતરસનું પિષણ થાય, તેવી રીતે તું તારી મને વૃત્તિને સત્કાર્ય તથા સદ્વિચાર તરફ દેર્યા કરજે. ' . શિષ્ય-મહાનુભાવ, આપના ઉપદેશ પ્રમાણે વર્તવાને હું સદા તત્પર છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com