________________
જૈન શશિકાન્ત. તે ગુણ મેળવવામાં મારે ભારે ખર્ચ કરવું પડે છે. આ જગતુમાં જે જે ગુણ છે, તે તે ગુણ દ્રવ્ય વિના મેળવી શકાતા નથી. જે માણસ દ્રવ્ય ખર્ચવાને તૈયાર થાય, તે તે એક સારે સગુણ બને છે. હું એવાજ પ્રકારથી એક સારે સગુણ બન્યું છું. આ નગરના બધા લેકે મને માટે સદ્ગણ ગણે છે. અને તે પ્રમાણે મને માન પણ આપે છે.” | મતિધરની આવી દાંભિક વાણી સાંભળી તે મહાત્મા વિચારમાં પડ્યા. તેમણે પિતાના શાંત હૃદયમાં વિચાર્યું કે, “આ બીચારે પામર પુરૂષ દંભને વશ થઈ ગયેલ છે. આ મહાદુર્ગણે તેને હૃદયને આક્રાંત કર્યું છે. તેથી આ પુરૂષને દુષ્ટ એવા દંભના પાશમાંથી છોડાવે જેઈએ.” આવું વિચારી તે મહાત્મા બેલ્યા–શ્રાવક મતિધર, તમે ખરેખરા મતિધર લાગે છે. પણ તમારા શરીરમાં એક મેટ રેગપે. લે દેખાય છે, તેને ઉપાય કરે. નહીં તે તે રોગ વૃદ્ધિ પામી જશે અને તેથી તમને મોટી હાનિ થશે. મહાત્માનાં આ વચને સાંભળી મતિધર વિચારમાં પડે. પિતાને કે રોગ લાગુ પડે છે? તેનું ચિંતવન કરવા લાગ્યા. ક્ષણવાર ચિંતવી મતિધર –હે મહાનભાવ, મારા શરીરમાં કેઇ રેગ હેય, એવું મને લાગતું નથી. તે છેતાં આપ કહે છે કે “તને રેગ લાગુ પડે છે એ શી રીતે છે? તે મને સમજાવે, જે શરીરમાં રોગ હોય, તે અનેક જાતની પીડા થવી જોઈએ. મને તે કઈ જાતની પીડા થતી નથી. મહાત્મા બોલ્યા
ભદ્ર, આ રોગ ઉપરની પીડા કરતું નથી, પણ અંતરની પીડા કરે છે. અને વળી તે રેગ જ્યારે પડે છે, ત્યારે તે એ ભયંકર બને છે કે, જેથી પ્રાણી પિતાના જન્મને નિષ્ફળ કરી આ લોક તથા પરલેક બં, નેમાં દુઃખી થાય છે, બીજા રંગની પીડા તે આ લેકમાં જ થાય છે, અને આ તારા રેગની પીડા તે આ લોક તથા પરલોક બંનેમાં થા. ય છે. હે મતિધર, વળી તને લાગુ પડેલે રેગ અગ્નિ, રાહ, ભૂગલ વજ, મિત્ર, અને ચેરના જેવાં કામ કરે છે.
મહાત્માનાં આ વચન સાંભળી તે મતિધરને વધારે શંકા ઉત્પજ થઈ, તે સાથે તેના હૃદયમાં અતિશય આશ્ચર્ય ઉત્પન્ન થઈ આવ્યું. તે વિસ્મિત થઈને બે -હે મહાશય, આપના વચન સાંભળી મને ને વધારે વધારે કૈક તથા આશ્ચર્ય ઉત્પન્ન થાય છે. આપના કહેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com