________________
સુચિત્તરૂપ રત્નની રક્ષા.
૧૧૩ નિર્વિધ્રપણે નિર્વાણનગર જે મક્ષ તેને પ્રાપ્ત કરે છે.
ગુરૂ કહે છે—હે શિષ્ય, આ ઉપનય રૂ૫ દષ્ટાંતને સમજી દરેક ભવિ જીવે પિતાના આત્માના ઉદ્ધારને માટે ચારિત્રરૂપ વહાણમાં બેશી નિર્વાણ નગર તરફ પ્રયાણ કરવું જોઈએ. તે વખતે પોતાના સુચિત્તરૂપ રનની તેણે રક્ષા કરવી જોઈએ. જે કે મનુષ્ય પ્રમાદને વશ થઈ તે સુચિત્તરૂપ રનની રક્ષા ન કરે, તે મેહરૂપી લુંટારો આવી તે સુચિત્તરૂપી રત્નને ચેરી જાય છે. જે માણસ એ સુચિત્તરૂપી રત્નને ગુમાવી દે, તે પછી તે પિતાની શુભ ધારણું પાર પાડી શક્તા નથી. પછી તે આ અસાર સંસારરૂપ સાગરમાં સદા અથડાયા કરે છે. ભાવનારૂપ પેટીમાં રહેલા સુચિત્તરૂપી રનને ગુમાવનારે યતિ અથવા ગૃહ
સ્થ ઘણી અધમ સ્થિતિમાં આવી જાય છે. તેમાં ખાસ કરીને તે વિષે યતિએ વધારે સાવધાની રાખવાની છે. કારણ કે, તેના ધર્મ, આચાર અને પ્રવર્તન સારા ચિત્ત ઉપર આધાર રાખે છે. જે તેનામાં ચિત્તની શુદ્ધિ હોય, તે તે હમેશાં સારા સારા વિચારે લાવે છે, અને તેથી કરીને તેમના સંયમને વિશેષ પુષ્ટિ મળે છે. જે મુનિ પ્રમાદને વશ થઈ સુચિત્તરૂપી રત્નને ગુમાવી દે. અર્થાત્ મેહ રૂપી ચાંચીઓ-લુંટારે તેના સુચિત્તરૂપી રનને જે લુંટી જાય, તે પછી તે મુનિ પિતાના ચારિત્રરૂપી નાવથી ભ્રષ્ટ થઈ આ સંસારરૂપ મહાસાગરમાં પડે છે. અને મેહરૂપ લુંટારાની બધી સેના તેની ઉપર ધસી આવે છે એટલે ઘણેજ દુઃખી થાય છે. - હે વિનીત શિષ્ય, આ ઉપરથી દરેક મનુષ્ય સમજવાનું છે કે, તેમણે પોતાના આત્માનો ઉદ્ધાર કરવાને સુચિત્તરૂપી રનને ભાવનારૂપી પેટીમાં મૂકી તેની સદા રક્ષા કરવી. જે રત્નની રક્ષા પરિણામે તેને નિર્વાણ નગર પહોંચવામાં સહાયરૂપ થશે.
SII. K. 114
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com