________________
સુચિત્તરૂપ રત્નની રક્ષા,
૧૧૬. ધર્મસિંહ અને શુકલસિંહ નામના બે દ્ધાઓએ હરાવી દીધા. તે પછી અસંયમરાય નામને દ્ધા ધસી આવ્યું. તેને નિગ્રહરાય નામના એક બહાદૂર દ્વાએ હરાવી પાછો કાઢી મૂક્યો. તે પછી પુણ્યસિંહ નામના એક પ્રતાપી વીરે આવી બાકીના સુભટને હરાવીનસાડી મૂક્યા. છેવટે વહાણના સુભટને અધિપતી પિતાની જાતે આવી હાથી તથા સિંહ પર આરૂઢ થઈ આવેલા તે મુખ્ય ચાંચીયા લુંટારાને મારી નાખે. એટલે તે વહાણના વેપારીઓ અતિશય આનંદ પામી ગયા, અને પિતાના આત્માને કૃતાર્થ માનતા તેઓ સુખે મુસાફરી કરવા લાગ્યા. તેઓ મુસાફરીમાં સારે લાભ મેળવી સર્વ રીતે સુખી થયા હતા.
ગુરૂ કહે છે- હે વિનીત શિષ્ય, આ દષ્ટાંત ઉપરથી ઉપનય જાણવા જે છે, તે તું સાવધાન થઈને સાંભળ. જે વેપારીઓ વાહા
માં બેશી વિદેશમાં વેપાર કરવાને તૈયાર થયા, તે જૈનમુનિઓ સમજવા. તે મુનિઓનું જે વહાણ તે ચારિત્ર સમજવું. તે ચારિત્રરૂપી વહાણને સમ્યકત્વરૂપી દઢ બંધન છે. શીળના અઢાર હજાર અંગરૂપી પાટીયાં છે. સંવરરૂપ કીચડવડે તેનાં આશ્રવરૂપ છિદ્ર પૂરેલાં છે. ત્રણ ગુપ્તિરૂપ રક્ષણથી તેનું રક્ષણ કરેલું છે–આચારરૂપી મંડપ તેમાં આવી રહેલ છે. અપવાદ અને ઉત્સર્ગરૂપ તેને બે ભૂમિઓ –માલ છે. મન, વચન તથા કાયાના સાગરૂપ સ્તંભ ઉપર અધ્યાત્મરૂપી ધો
શઢચડાવે છે. આવા ચારિત્રરૂપી વાહણને ચલાવનાર જ્ઞાનરૂપી ખલાશી છે. અને વેપારીના બીજા સુભટે તેનું રક્ષણ કરે છે. તે મુનિ રૂ૫ વેપારીઓ તે ચારિત્રરૂપી વહાણમાં બેશી આ સંસારરૂપ સાગરને તરતા મુસાફરી કરે છે. તેમના વહાણને તારૂપી અનુકૂળ પવન વાય છે. એટલે તે સંવેગને અદ્દભુતવેગથી ચાલે છે. તેવાહાણ વેરાગ્યરૂપી માર્ગમાં આવી પડે છે. તે મુનિએરૂપ વેપારીઓને તે વહાણમાં બેશી નિર્વાણ–મેક્ષરૂપી નગરે નિર્વિને જાવાનું છે. તેમની સાથે જે રત્ન છે, તે શુભ હૃદય છે. તે શુદ્ધ હૃદયરૂપી રત્નને સારી ભાવનારૂપી પિટીની અંદર મૂકેલું છે. મુનિરૂપ વેપારીઓ ચારિત્રરૂપ વાહણમાં બેસી નિર્વાણનગર તરફ જવાને વૈરાગ્ય માર્ગે ચાલ્યા, તેવામાં જે કોઈ ચાંચીએ તે વહાણને લુંટવા આવે છે. તે મેહ સમજે. મેહરૂપી લુંટારે પિતાના સુભટોને લઈ દુર્બુદ્ધિરૂપ નાવિકામાં બેશી ભાવના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com