________________
જૈન શશિકાન્ત. છે, આ ઘુવડ પક્ષી તારી આસપાસ ઉડયા કરે છે, આ અગ્નિ સળગી રહ્યા છે, અને આ રક્ષા ઉડીને ચારે તરફ પ્રસરે છે. જ્યારે તે જ્ઞાની પુરૂષે સુદેવને બધું પ્રત્યક્ષ બતાવ્યું, એટલે સુદેવને ખાત્રી થઈ કે, આ ઘર નથી, પણ શમશાન છે. આથી તે તરત તે શ્મશાનમાંથી છુટી તે જ્ઞાનીની સાથે ચાલી નીકળ્યે, અને તેથી તે સુખી થયે હતે.
હે શિષ્ય, આ દષ્ટાંત ઉપરથી તારા સમજવામાં આવશે કે, આ સંસાર શમશાનના જે ભયંકર તથા દુઃખરૂપ છે. જે સુદેવ બ્રાહ્મણ તે જીવ સમજો. તે અનેક વાર સંસારનાં દુઃખ પામે છે, પણ દુઃખને સુખરૂપ માની તેમાં સંતોષ પામે છે. જે મહામારીને રોગ તે મિથ્યાત્વ સમજવું. મિથ્યાત્વ આવવાથી જીવનું કુટુંબ જે સુમતિરૂપી
સ્ત્રી, સુબોધ, જ્ઞાન, સદ્દવિચાર, અને શુભ પરિણતિ વિગેરે પુત્ર પુત્રીને પરિવાર તે નાશ પામી જાય છે. જ્યારે તે જીવને મિથ્યાત્વનેગ થાય છે, ત્યારે તેનામાંથી સુમતિ વિગેરેને નાશ થઈ જાય છે. આ પ્રમાણે આ કુટુંબ રહિત થઈ ગૃહાવાસરૂપ દુઃખમાં પડેલા સુદેવ બ્રાહ્મણરૂપ જીવને દેવગે કોઈ જ્ઞાની ગુરૂને વેગ થાય છે. તે પ્રમાણે તે સુદેવને કઈ જ્ઞાની પુરૂષને ગ થઈ આવ્યું. તે જ્ઞાની ગુરૂએ તે સુદેવના ગૃહ-સંસારને શમશાન રૂપ આપ્યું, તે યથાર્થ છે. જ્ઞાનિક હ્યું કે, તારી પાસે ગીધપક્ષી છે, તે ક્રોધ સમજે. જે ચપલ શીયાલડી કહી, તે અવિરતિ સમજવી. જે ઘુવડ પક્ષી કહ્યું, તે કામદેવ સમજ. અને શ્મશાનને અગ્નિ કર્યો, તે શક સમજ. અને જે રક્ષાને રાશિ કહ્યું તે અપયશ સમજવું. જયારે જ્ઞાની ગુરૂએ તે સુદેવના સંસારને મશાનરૂપે સાબીત કર્યો, એટલે તેને બોધ થયે, અને પછી તે જ્ઞાનીની પાસે દીક્ષા લઈ આ સંસારરૂપ શ્મશાનને ત્યાગ કરી ચાલી નિકળે.
ગુરૂ હે શિષ્ય, આ સંસાર ખરેખર શમશાન જે ભયંકર અને દુઃખરૂપ છે, તેથી તેની અંદર સુખની આશા રાખવીતે વૃથા છે.
ગૃહિશિષ્ય—હે કૃપાળું ગુરૂ, આપે જે દ્રષ્ટાંત આપ્યું, તે ઉપરથી મને ઘણું બધ મળે છે. અને આ સંસારનું સ્વરૂપમારા સમજવામાં સારી રીતે આવ્યું છે. હે ઈષ્ટદેવરૂપ ગુરૂ, આપ આ પ્રમાણે દ્રષ્ટાંત આપી સમજાવે છે, તેથી મને ઘણે આનંદ આવે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com