________________
જૈન શશિકાન્ત. ડવાં વચને બોલવાં, એ નાશને ત્રીજો પ્રકાર છે. કડવાં વચન છેલનારે માણસ સર્વને અપ્રિય થઈ પડે છે. અને તેથી તેના ઉદયમાં ઘણું અંતરાય આવે છે, એટલે તેને સત્વર નાશ થાય છે. તેથી કટુ વચન બોલવા-એ ઉદયના નાશને ત્રીજો પ્રકાર કહે છે. જે માણસ પિતાને ઉદય કરવા ઇરછતે હેય, તેણે કદિપણ રિદ્રભાવ ધારણ કર નહિ. કારણકે, રિદ્રભાવમાં ભયંકરતા રહેલી છે, અને તેથી તે માણસ બધાને અપ્રિય થાય છે. એટલે તેના ઉદય અથવા લાભમાં ઘણું અંતરાયો ઉભા થાય છે, તેથી રૌદ્રભાવ ધારણ કરે–એ નાશને ચોથે પ્રકાર છે. જેણે પિતાને લાભ મેળવે હોય, તેણે પ્રમાદ રાખવો નહિ. પ્રમાદ રાખવાથી ઉદય તથા લાભને માટે જે જે પ્રયત્ન કરવાના હોય, તેમાં ગફલત થઈ જાય છે. અને તેથી કરીને ઉદય તથા લાભને નાશ થઈ જાય છે. પ્રમાદથી આળસુ બનેલો માણસ કદિપણુ ઉદયમાં આવતું નથી. માટે પ્રમાદ રાખે, એ નાશને પાંચમ પ્રકાર છે.
હે વત્સ, આ નાશપંચક સાંસારિક ઉદય તથા લાભનો વિરોધક છે–એમ કાંઈ સમજવાનું નથી, પણ તેનાથી ધાર્મિક ઉદયને પણ નાશ થાય છે. એ નાશપંચકથી સમક્તિને પણ નાશ થઈ જાય છે. અને શાસ્ત્રકારે સમકિતના નાશને માટેજ એ નાશપંચક કહેલું છે.
હે શિષ્ય, તે વિષે એક મનોરંજક દષ્ટાંત છે, તે એક ચિત્ત સાંભળ.
વિશાલા નગરીમાં ચંદનદાસ નામે એક વણિક રહેતા હતા. તેને રમા નામે એક સ્ત્રી હતી. ચંદનદાસને રમાના ઉદરથી પાંચ પુત્ર થયા. તેઓનાં કેશવ, વામન, હરિ,શ્યામ, અને મદન એવાં નામ હતાં. તેઓ અનુક્રમે મોટા થયા. ચંદનદાસે પાંચને પાઠશાળામાં મેકલી સારે અભ્યાસ કરાવ્યું. ચંદનદાસ વિશાલા નગરીમાં એક સારે વેપારી હતા. તેનામાં વ્યાપાર કરવાની સારી કળા હતી. એક વખતે દેવગે ચંદદાસને વેપારમાં મેટી નુકશાની લાગી. તેણે જે ભાવથી કરીયાણાની ખરીદી કરી હતી, તે ભાવ તદ્દન બેશી ગયે, એટલે તેને ભારે નુકશાની થઈ પડી. તે નુકશાનીમાં તે તદ્દન નિર્ધન થઈ ગયે, જેવી તેની ચઢતી હતી, તેવી પડતી થઈ પડી. ઘરમાં જે દ્રવ્ય હતું, તે ચાલ્યું ગયું, એટલું જ નહીં, પણ તે મેટા કરજમાં આવી પડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com