________________
L
જૈન શશિકાન્ત.
તું કાલના અત્યારે દુકાને આવે છે. આ તારી આળસે મને માટી નુકશાની કરી છે. તેથી અમારે તને રજા આપવી પડે છે. શેઠના આવાં અપમાનિત વચનો સાંભળી મને હૃદયમાં ખેદ ઉત્પન્ન થયા, અને પછી તરતજ હું ત્યાંથી ચાલી નીકળ્યે, અને આજે હું આળ્યે છું.
જેની ઉપર પાતે ઉમટ્ઠી આશા રાખી બેઠા હતા, એવા પાંચમા પુત્ર મદનના મુખથી આ વૃત્તાંત સાંભળી ચંદનદાસ ઘણુંાજ દીલગીર થઈ ગયા. તેનાં ગાત્ર શિથિલ થઇ ગયાં. અને શરીર ઉપર સ્વદના બિંદુએ આવી ગયાં. તેણે નિશ્ચય કર્યો કે, આ પાંચે પુત્રોથી મારા ઉદય થવાનેા નથી. દરેક પુત્રમાં ગુણની સાથે એક એક ખામી રહેલી છે. જ્યાસુધી એ ખામી છે, ત્યાંસુધી મારા ઉદય કિં પણ થવાના નથી. છેવટે ચંન્દ્વનદાસ અને તેની સ્ત્રી રમા પાંચ પુત્ર છતાં પણ અત્યંત દુઃખી થઇ મૃત્યુ પામ્યા હતા. તેમણે પોતાના જીવનમાં ઉદયનું શુભ ચિન્હ જોયું ન હતું.
ગુરૂ કહે છે—હે શિષ્ય, આ દૃષ્ટાંત ઉ૫૨થી તમારે ઘણુ' સમજવાનું છે, તે ધ્યાનમાં રાખજો.——ચદનદાસ એ જીવ સમજવા અ ને તેના પાંચ પુત્ર તે પાંચ નાશપ'ચક સમજવા, જીવની સાથે જ્ઞાનના ગર્વ, મદ બુદ્ધિ, ક્રૂર વચન, રૂદ્રભાવ અને આળ—એ નાશપાંચકને જો યાગ થાય, તે તે જીવને ઉદય થતા નથી. તેના ઉદ્ભયના નાશ થયા છે. ચંદનદાાને જે કેશવ વગેરે પાંચ પુત્રે હુતા, તે પ્રત્યેકમાં જ્ઞાનનો ગ, મંદ બુદ્ધિ, ક્રૂર વચન રૂદ્રભાવ અને આળસ એ પાંચ અવગુણ રહેલા હતા તેને લીધે તેમનાથી ચંદનદાસને ઉદય થયા ન હતા. કેશવમાં જ્ઞાનના ગર્વ રહેલે હતે, વામન બુદ્ધિ ના મંદ હતો, હારે કઠોર વચન બેલનારા હતા, શ્યામના હૃદયમાં રૂદ્રભાવ હતા, અને મન પ્રમાદી અને આળસુ હતા-એ નાશપચકના યાગથી તેઓ કોઈ ઠેકાણે ઉદય પામ્યા નહીં, અને તેમના યાગથી ચંદનદાસને પણ ઉદય થયા નહીં. તેવી રીતે જીવમાં પણ જો એ અવગુણેા રહ્યા હોય, તે તેના સમ્યકત્ત્વના ધર્મને અને વ્યવહારને ઉત્ક્રય થતા નથી. તેથી દરેક ભવ્ય પ્રાણીએ એ નાશપ‘ચકથી દૂર ૨હેવું. આત્માન ઉદયની ઇચ્છા રાખનારા ભવ્ય આત્માએ જ્ઞાનને ગવ કરવે નહીં, મંદ બુદ્ધિ રાખવી નહીં, કઠોર વચન બેલવાં નહીં, હૃદયમાં બીજાનું અહિત ઇચ્છવાના રૂદ્રભાવ લાવવા નહીં, અને પ્રમાદે કે આળસ રાખવાં નહી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com