________________
આ જગતમાં સારું શું છે? આ વખતે શેધચંદ્ર તેને ઘેર આવી ચડે. તે વેપારીને રૂદન કરવાનું કારણ પુછયું, ત્યારે તેણે પિતાને થયેલી હાનિની બધી વાર્તા કહી સંભળાવી. જે સાંભળી શેધક આશ્ચર્ય પામી ગયા. ત્યારથી તેણે નિશ્ચય કર્યો કે, આ જગતમાં લાભની પ્રાપ્તિ થવીએ સારું નથી. કારણ કે, જ્યાં લાભ ત્યાં હાનિ રહેલી છે.
એક વખતે શેધકચંદ્ર ગુર્જરપુરમાં ફરવા નીકળે, ત્યાં ત્રણ પુરૂષો સાથે રહી ફરતા જોવામાં આવ્યા. તેમાં એક પુરૂષ રેગી હતું. તેના શરીર ઉપર ફીકાશ જોવામાં આવતી હતી. અને લથડીયાં ખાતે હતે. તેઓને જોઈ શધચંદ્ર પુછ્યું કે તમે કોણ છે? તેઓએ કહ્યું, અમારૂં વૃત્તાંત સાંભળવાથી તમને શું લાભ થવાનો છે? શે કહ્યું, બીજાના ચરિત્રે સાંભળવાથી ઘણે લાભ થાય છે. તે ઉપરથી અનેક જાતનું શિક્ષણ મેળવી શકાય છે. તેથી જો તમારી ઈચ્છા હોય, તે તમારૂં વૃત્તાંત મને કહી સંભળાવે.
ધચંદ્રના આવાં વચન સાંભળી તેમાંથી એક જણ બે-ભદ્ર, હું આજથી દશવર્ષ પહેલાં અંગદેશના એક નાના રાજ્યને રાજા હતા. મારું રાજ્ય નાનું હતું, પણ મારામાં શાર્થ, હીંમત અને ઔદાર્ય વગેરે ગુણોથી મારું રાજ્ય સારી પ્રસિદ્ધિમાં આવ્યું હતું. મારી પાસે એક મેટી સેના હતી. હું સ્વભાવે ઘણે ઉદ્ધત અને તીવ્ર હતો. મારા રાજ્યની આસપાસના રાજાઓને મેં જીતીને તાબે કરી લીધા હતા. મેં દશવાર બીજા રાજ્ય ઉપર જીત મેળવી હતી. એટલેથી સંતોષ નહિ માની હું અગીયારમી વખત એક મોટા રાજ્યની સામે યુદ્ધ કરવા તૈયાર થયે, તે વખતે તે બળવાન રાજાએ મારી સાથે ટકકર ઝીલી, અને છેવટે મને હરાવ્યું. જ્યારે મારી મેટી હાર થઈ, એટલે બીજા મારા શત્રુ રાજાઓ પિલા રાજાને મળી ગયા. અને તેઓ બધા મારી ઉપર ચડી આવ્યા. તેઓની જબરી ચડાઈ જોઈ હું ગુપ્ત રીતે મારા રાજ્યમાંથી રાજ કુટુંબને લઈ નાશી ગયે. તે રાજાએ મારા રાજ્યને તાબે કરી લીધું.
રાજકુટુંબને લઈ વનમાં ગયા. ત્યાં મારી રાણું અને રાજકુમાર બંને અકસ્માત -ગ થવાથી મૃત્યુ પામી ગયાં. પછી હું એકલે માંડ માંડ નિવાહ કરી ફર્યા કરું છું, રસ્તામાં આ બંને પુરૂષો મળી ગયા છે, તેઓ પણ મારી જેમ દુઃખી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com