________________
મદ ત્યાગ. નું સિન્ય લઈ પાછો ચાલ્યા ગયે.
- ગુરૂ કહે છે--હે શિષ્ય, આ દ્રષ્ટાંત ઉપરથી જે ઉપનય સમજવાને છે, તે ધ્યાન દઈને સાંભળજો. જે રાજા ગોવિંદસિંહ તે જીવ સમજ. તેને મંત્રી જે સુમતિ તે સારી બુદ્ધિને વિલાસ સમજે. રાજા ગોવિંદસિંહ સુમતિમંત્રીની સલાહથી ચાલતે, અને તેની ઉપર પ્રીતિ રાખતે, ત્યાં સુધી તે સુખી હતું. તેમ છવ જયાં સુધી સારી બુદ્ધિથી ચાલે છે, ત્યાં સુધી તે સુખી રહે છે. રાજા ગોવિંદસિંહે સુમતિમંત્રીની સલાહ વિના જે આઠ સેવકે રાખ્યા હતા તે જીવને આઠ મદ સમજાવ. જીવ જે સારી બુદ્ધિને અનુસરી ચાલતું નથી. તે તેનામાં આઠ પ્રકારના મદ ઉત્પન્ન થાય છે. જે પ્રથમ રાજાની પાસે નેકર રહેવા આવ્યું, તે જાતિમદ સમજવો. જાતિમાં થવાથી “હું ઉંચી જાતને છું” એ મદ થાય છે. રાજાને વનમાં ફરવા જતાં જે માણસ મળ્યું હતું, અને તેણે રાજાને જણાવ્યું હતું કે, “હું સારા શુકનને લાભકારી માણસ છું,”તે લાભમદ સમજ. કેઈ જાતને લાભ થવાથી માણસને જે મદ આવે તે લાભમર કહેવાય છે. .
રાજા ગોવિંદસિંહ અશ્વ ઉપર બેશી ફરવા જતાં કઈ અવાજવડે ચમકવાથી જે બે માણસોએ આવી ઘડાને પકડી રાખ્યું હતું, અને પછી રાજાએ તે બંનેને પિતાની પાસે રાખ્યા હતા, તેમાં જે કુલીનસિંહ તે કુલમ અને બીજે જે રૂપરામ ગંધર્વ તે રૂપમદ સમજે. જીવને જ્યારે કુલમાં થાય છે, ત્યારે તે પોતાને ઉચાકુળને ગણે છે. અને જ્યારે રૂપમદ થાય છે, ત્યારે તે પિતાને રૂપવાનું
ગણે છે.
જે રાજા વસતેત્સવ જેવાને વનમાં ગયેલ, અને ત્યાં જે વૃક્ષ નીચે તપસ્યા કરતે માણસ જોવામાં આવ્યું. અને તેને રાજાએ પિતાની પાસે રાખે, તે તપમદ સમજ. રાજાને પહેલવાના અને ખેડામાં જે મલ્લ બળવાન હતું, અને તેને પિતાની પાસે રાખે હતે, તે બલમદ સમજ. જે બે પુરૂષો રાજાને મળવા આવ્યા હતા, તેઓમાં એક વાદ કરવામાં કુશલ વિદ્વાન હતા, અને બીજો સત્તા કળાને જાણનારે હતા, તેઓ વિદ્યામદ અને અધિકારમદ સમજવા.
જેમ રાજા ગોવિંદસિંહ આઠ હજૂરી લેકના સહવાસમાં રહી દુર્વ્યસની અને પ્રજાને અપ્રિય થઈ પડયો હતો, તેમ જીવ, જાતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com