________________
જૈનશશિકાન્ત. એક વિદ્વાને કહ્યું કે આ જગતુમાં હાસ્ય કરવું–-એ સારું છે. બીજાએ કહ્યું કે, આ જગતુમાં વિદ્યા શ્રેષ્ઠ છે. ત્રીજાએ કહ્યું કે, કાયા શ્રેષ્ઠ છે. ચેથાએ કહ્યું ગુરૂતા--મોટાઈ શ્રેષ્ઠ છે. પાંચમાએ પવિત્રતાને શ્રેષ્ઠ કહી. છઠાએ લાભને ઇ કહે. સાતમાએ વિજયને શ્રેષ્ઠ કહ્યું. આઠ. માએ સિંદર્યને શ્રેષ્ઠ કહ્યું. નવમાએ ભેગને શ્રેષ્ઠ ક. દશમાએ ઈષ્ટ સંગને શ્રેષ્ઠ કહ્યા. અગીયારમાએ પ્રેમને શ્રેષ્ઠ કૉ. બારમાએ ઉદા રતાને શ્રેષ્ઠ કહી. અને તેરમાએ રાજાના અધિકારને શ્રેષ્ઠ કહો. આ પ્રમાણે જુદા જુદા મત પડવાથી હું મુંઝાઈ ગયે હતે. અને આ પ્રસં. ગે આપને જણાવાનું કે, સર્વ વસ્તુઓમાં કઈ વસ્તુ શ્રેષ્ઠ છે. અને તે શ્રેષ્ઠ છે? તે મને દષ્ટાંત આપી સમજાવે. જેથી મારા મનને સંતોષ થાય.
ગુરૂએ આનંદ પૂર્વક કહ્યું, હે વિનીત શિષ્ય, તે ઉપર એક દષ્ટાંત કહું તે સાંભળ.
પૂર્વે વિશાલા નગરીમાં શેધચંદ્ર નામે એક વિદ્યાભ્યાસી રહેતા હતા. તેનામાં તેનું નામ પ્રમાણે ગુણ હતા. તેની બુદ્ધિ શેધક હતી. કઈ પણ વસ્તુની શોધ કરવાની તેની ટેવ હતી. એક વખતે શોધકચંદ્ર વિદ્યાભ્યાસ કરવા જતો હતો, તેવામાં કઈ વિદ્વાન પુરૂષ તેને સામે મળે. તેણે શોધકચંદ્રને પુછ્યું કે, ભદ્ર, તારું નામ શુ? અને તું શેને અભ્યાસ કરે છે ? શોધકચકે ઉત્તર આપે—મારૂં નામ શેકચંદ્ર છે. અને તત્ત્વશાસ્ત્રને અભ્યાસ કરું છું. તે વિદ્વાને કહ્યું, તારું શેકચંદ્ર નામ સાચું હેય. તે તે શેની શોધ કરી? એ વાત કહી બતાવ. તેણે કહ્યું, હે વિદ્વાન પુરૂષ, હજી કાંઈ શેધ કરી નથી. મારામાં શેધ કરવાની બુદ્ધિ થાય છે, પણ શેની શોધ કરવી ? એ વાતને મારાથી નિર્ણય થઈ શકતો નથી. જે આપ કઈ શોધ કરવા લાયક વસ્તુનું નામ આપે, તે તેની શુધને માટે પ્રયત્ન કરીશ. તે વિદ્વાને કહ્યું, વત્સ, તું ગુર્જર દેશમાં જાય અને ત્યાં ગુર્જરપુર કરીને એક મોટું શહેર છે. તેમાં એક પખવાડીયું વાસ કરીને રહેજે. તેટલામાં તને આ જગતમાં કઈ વસ્તુ શ્રેષ્ઠ છે? તે વાતને નિર્ણય થઈ જશે. તે વિદ્યાથીએ પ્રશ્ન કર્યો, હે મહાશય, મારે તે શહેરમાં જઈને શું કરવું? વિદ્વાને ઉત્તર આપ્યો, ત્યાં જઈને શહેરનાં જુદા જુદા કુટુંબોમાં ફરવું– એટલે તારા મનને ખરેખર નિશ્ચય થઈ જશે, અને તે અનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com