Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
સંદર્ભ : 1. મગૃહ ૨. હાસૂચિ,
[...]
ચંદ્રવિજય-૨ [ઈ.૧૬૭૮માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં રત્નવિજયના શિષ્ય. ૮૫૨ ગ્રંથાગ્રના ‘તંબૂવામી રાસ’ (ર.ઈ.૧૬૭૮ સં.૧૭૩૪, પોષ સુદ ૫, મંગળ વારન કર્તા. જુનો ચંદ્ર-૬. સંદર્ભ : જૈગૂકવિઓ:૨. [ચ.શે.]
ચંદ્રવિજય(ગણિ)-૩ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ : તપગચ્છના જૈન સાધુ, હીરવયની પરંપરામાં પંડિત જીવવિજયના શિષ્ય. વિજય પ્રસૂરિના રાજકાળ ઈ.૧૬૫૪-૧૬૯૩)માં આપેલ આશરે ૫૫ કડીની ધનસભ-ચોપાઈનો કર્યા સંદર્ભ : કૌંચૂકવિઓ,૩૪૨),
[ચ.શે.]
ચંદ્રવિજય(ગણિ)–૪ [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવની પરંપરામાં નિત્યવિજયગણિ (ઈ.૧૬૭૮માં હયાત)ના શિષ્ય. તેમના, વિવિધ દેશીઓની ૧૩ ઢાળ અને ૭૧ કડીના ‘સ્થૂલિભદ્રકોશાના બારમાસ' (મુ.) કોઠાના વિરહભાવને પ્રાસાદિક ને રસાળ રીતે આલેખે છે. આસોથી આરંભાતી આ કૃતિ અસાડમાં સ્થૂલભદ્રના આગમન પછી એમણે આપેલા પ્રતિબોધ સાથે ભાદરવા માસ આગળ પૂરી થાય છે.
કૃતિ : ૧. જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ, સં. મોહનલાલ દ. દેશાઈ, ઈ.૧૯૩૬ - ‘ચંદ્રવિજયકૃત સ્મૃતિભદ્રાના બારમાસ, ર્યું. મોહનલાલ દ. દેશાઈ; ૨. પ્રામબાસંગ્રહ:૧ (સં.).
સંદર્ભ : જૈમૂકવો (૨),
[ચ.શે.
ચંદ્રસાગર [ઈ.૧૬૬૯માં હયાત : જૈન સાધુ. ‘ધર્મપરીક્ષા’(૨. ઈ.૧૬૬૯)ના કર્તા. [કી.જો.]
સંદર્ભ : પાંચનલેખો.
‘ચંદ્રહાસાખ્યાન’ [ઈ.૧૬૭૧ |સં.૧૭૨૭, જેઠ સુદ ૭, સોમવાર]: ૨૮ કડવાંનું પ્રેમાનંદકૃત આ આખ્યાન (મુ.) જૈમિનીય અશ્વમેધપર્વમાંની ચંદ્રહાસસ્થાને થોડાક ફેરફારો સાથે આલેખે છે ને તેમાં નાકરની આ વિષયની કૃતિનું અનુસરણ પણ થયેલું જણાય છે. જેમ કે, નામાદિના ૨-૩ ગોટાળા અને પ્રેમાનંદમાં સામાન્ય રીતે જોવા ન મળતું કક્કાનું આયોજન નાકરને આભારી છે, તેમ વિષયા ચંદ્રહાસને વાડીમાં મળે છે એ પ્રસંગના આલેખનમાં પણ પ્રેમાનંદને નાકરની થોડીક મદદ મળી છે. કાવ્યનો વસ્તુબંધ ચુસ્ત ને સુરેખ નથી, ને કાંક તાલિયાપણ છે. પણ પ્રેમાનંદ જેની ફાવટ છે એવી નાટ્યાત્મક વક્રોક્તિઓથી કાળનું કેટલુંક પ્રસંગનિર્વાણ ચમકારક બન્યું છે, જેમ કે, ચંદ્રહાસ પ્રત્યેની “તમને રાખજો અશરણગરણ, સાટે મને આવો મ" એ મદનની સાચી પડતી ન
આ આખ્યાનમાં પરિણિની પ્રેમાનંદની આગવી કલાની દર્શન થતાં નથી. કૂષ્ટબુદ્ધિ એના નામને સાર્થક કરનું પાત્ર છે, પણ ચંદ્રહાસનાં પાલકપતા કુલિંદમાં રાજોનો અભાવ ખૂંધ ચંદ્રવિજય-૨ : ચાતુરીઓ
Jain Education International
ની
છે ને ચેસના બુક્તિબાવમાં પણ એના માને થોડી વ્યવહારિવમુખતા દેખાય છે. જનમના પ્રેમાનંદ પાત્રોમાં પ્રાકૃત ભાવના આરોપણમાંથી બચી શકયા નથી. તોપણ આ આખ્યાનમાં મદનની ભાવનામયતા, ગાલવઋષિનું બ્રહ્મતેજ્યુક્ત સ્વાભિમાન અને વિષયાના ઋજુ ઉજવલ પ્રણયભાવોનું નિરૂપણ પ્રેમાનંદની ચરિત્રચિત્રણકળાની ઝાંખી કરાવે છે. અનાથ શિશુ ચંદ્રહાસ પ્રત્યેનું પડોશણોનું વાત્સલ્યપૂર્ણ વર્તન ને મારાઓના મનોવ્યાપારોમાં પ્રગટ થતું નવનાદર્શન પણ આકર્ષક નીવડે છે.
આ આખ્યાનના પ્રસંગોમાં અદ્ભુત, ભાવાલેખનમાં કરુણ અને શૃંગાર તેમ જ કૃતિના તાત્પર્યની દૃષ્ટિએ ભક્તિ – એ રસોને અવકાશ મળ્યો હોવા છતાં પ્રેમાનંદની લાક્ષણિક રસજમાવટ અહીં દેખાતી નથી. વનની ભયંકરતાનું ને ચંદ્રહાસના રૂપનું વર્ણન આસ્વાદ્ય છે ને આખ્યાનને અંતે ચંદ્રહાસ અને કૃષ્ણ-ભગવાનના મિલનપ્રસંગનું નિરૂપણ આ હ્રદયબાવોની ધબનું છે: પોતે વ્યસાચીની સાથે મુક્ત ચંદ્રહાસનું દર્શન કરવા આવ્યા છે એ ભગવાનનું "બાર" વાકય સાંભળીને રડી પડતા ભક્તનાં આંસુ “અવિનાશી પટકુળ પોતાને લોહ્ય.'
પણ આ આખ્યાનમાં પ્રેમાનંદની કવિત્વશક્તિ ઉત્તમ રીતે પ્રગટ થઈ છે વિષયા ચંદ્રહાસને મળે છે એ પ્રસંગના નિરૂપણમાં શબ્દૌચિત્ય, વક્રોક્તિ ને અશ્વ પ્રત્યેની ચાટૂક્તિઓથી પ્રેમાનંદ વિષયાની ભાવભંગિમાને સૂક્ષ્મતાથી મૂર્ત કરી બતાવે છે અને નોકર-આધારિત પ્રસંગને પોતાના અભિવ્યક્તિ-સામર્મથી નવું રૂપ આપે છે, [૨.ર.દ.]
સંપ
] : સંભવત: શ્રાવક. ૨૪૩ કડીએ અધૂરા પ્રાપ્ત થતા ‘નલચરિત્ર/નલદવદંતી-રાસ’ના કર્તા. આ કૃતિ સં.૧૫મી સદીની મનાઈ છે. એ સાચું હોય તો એ આ વિષયની ગુજરાતી ભાષાની પહેલી કૃતિ ઠરે.
સંદર્ભ : ૧. નળ-દમયંતીની કથાનો વિકાસ, શાહ, ઈ.૧૯૮૦; ] ૨. જૈગૂકવિઓ:૩(૧).
રમણલાલ ચી. [ા.ત્રિ.]
ચાતુરીઓ : સંભવત: શૃંગારચાતુરીના વિષયને કારણે આ નામથી ઓળખાયેલી નરસિંહ મહેતાકૃત પદમાળા (મુ.). આ પદોમાં ‘ચાતુરી’ ઉપરાંત ‘વિહારચિત્ર’ ‘વિનોદલીલા’ એ શબ્દપ્રયોગો પણ મળે છે. નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’માં ‘ચાતુરી-ચાલીસી’ અને ‘ચાતુરીષોડશી’ એવી ૨ અલગ પદમાળા રૂપે મુદ્રિત ચાતુરીઓ હસ્તપ્રતોમાં તેમ જ પછીનાં સંપાદનોમાં સળંગ ક્રમમાં અને ઓછીવત્તી સંખ્યામાં મળે છે, જે કે એમાં પણ ‘ચાતુરી પાડીનાં ૧૬ પદો તો કે સર્વસમાન છે અને એ ક્રમમાં પહેલાં જ આવે છે. આ ૧૬ પાની છે માળા મુખબંધ ને ઢાળ એ પ્રકારના કાવ્યબંધથી તેમ એના નક્કર વસ્તુથી જુદી તરી આવે છે. એમાં જયદેવના ‘ગીતગોવિંદ’ને મળતું વિરહી કૃષ્ણ અને વિરહિણી રાધાના લિલતા સખીના દૂતીકાર્ય દ્વારા સધાયેલા મિલનનું આલેખન છે. આઠમા પદમાં સંયોગશૃંગારનું ચિત્ર આલેખાય છે અને નવમા પદમાં નરસિંહ પોતાના સાક્ષિત્વનો આનંદાનુભવ ગાય છે. આ પછી સુખીના પુના ઉત્તર રૂપે ધા કૃષ્ણ સાથેનો પોતાનો કામિવાર વર્ણવે છે. છેલ્લાં ૨ પદ
ગુજરાતી સાહિત્યકોશ : ૧૦૩
For Personal & Private Use Only
www.jainulltbrary.org